ઇડર પોલીસ સ્ટેશનના અ.હે.કો. ભુપેન્દ્રસિંહ તથા પો.કો.આશીષકુમાર, જયદિપસિહ તથા પો.કો. નિકુલસિંહ બડોલી ગામે અાવતા ખાનગી બાતમી મળેલ કે અેક ઇક્કો ગાડી નં GJ-38-BA-9334 મા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભીલોડા થઇ ઇડર તરફ આવનાર છે તે હકિકત આધારે બડોલી ગામના પંચો તથા પોલીસના માણસો સાથે રાખીને ખાનગી વાહનમાં બેસી ઇડર ભીલોડા હાઇવે રોડ પર આવેલ મુડેટી પાટીયા પાસે નાંકાબંધીમા ઉભા હતા તે સમયે રોડ બ્લોક કરી તે ગાડી આવતા ઇક્કો ગાડીના ચાલકે રોડની સાઇડમા ઉભી કરી ગાડીનો ચાલક તથા બીજો અેક ઇસમ ગાડીમાથી ઉતરી નાસવા લાગતા પોલીસે કોડૅન કરી પકડી પાડેલ ચાલકનુ નામ પુછતા તેને પોતાનુ નામ અજયસિંહ જગદીશભાઇ વાઘેલા રહે ફેદરા ડેલ ફળી તા ધંધુકા જિ અમદાવાદનો હોવાનુ જણાવેલ તેમજ બિજા ઇસમનુ નામ પુછતા તેને પોતાનુ નામ દિનેશભાઇ વિનુભાઇ ચૌહાણ રહે ફેદરા સ્વામિનારાયણ મંદિર પાસે દરબાર ગઢ તા ધંધુકા જિ અમદાવાદ હોવાનુ જણાવેલ તે મારૂતી ઇક્કો ગાડીની અંદર જોતા ગાડીની સીટો નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલી હતી તે પેટીઓને નીચે ઉતારી પેટીઓ નંગ-૧૦ બોટલો નંગ-૧૯૨ કિ.રૂ. ૬૫,૧૬૦ ના જથ્થો ઇક્કો ગાડીમાં ભરી રાજસ્થાનથી ગુજરાતમા વેચાણ કરવાના હેતુથી હેરાફેરી કરવા બદલ બંને ઇસમો પાસે પાસપરમીટ માગતા નહિ હોવાનુ જણાવેલ તે બંને ઇસમોની અંગજડતી કરતા તે બંને ઇસમો પાસેથી બે મોબાઇલ કિ.રૂ ૧૦ હજાર અને ઇક્કો ગાડીની કિ.રૂ. ૩,૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૪,૨૫,૧૬૦ ના દારૂ સહિતનો મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ તે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિ અેક્ટ કલમ ૬૫અેઇ, ૧૧૬બી,૯૮(૨), ૮૧ મુજબ ફરિયાદ નોધી આગળની વધુ તપાસ ઇડર પી.આઇ.અેમ.ડી.ઝાલા કરી રહ્યા છે.
- જગદીશ સોલંકી(સાબરકાંઠા)