હિંમતનગર તાલુકા અને આસપાસના ગામડાઓમાં વિધર્મીઓ દ્વારા લવ જેહાદ ધર્માંતરણ અને હત્યા ની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે, અને હાલમાં જ હિંમતનગર ના મહાવીરનગર માં બેખોફ વિધર્મી ધ્વારા હિન્દુ યુવતી ની ઘર માં ઘુસી કરપીણ હત્યા કરવામાં આવી હોય એમ લાગે છે અને આરોપી પોલીસ ના સકંજા માં હોય એને સખત માં સખત સજા થાય અને બીજું કોઈ પણ આવું દુ:સાહસ કરવાની હિંમત ના કરે એવું રાષ્ટ્રીય બજરંગ દળ અને ઓજશ્વિની સમસ્ત રોષે ભરાયેલા હિન્દુ સમાજ તરફથી જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,

તો સરકાર દ્વારા મૈત્રી કરારના કાયદો નાબુદ થાય એવી સભ્ય સમાજ લાગણી છે.આ સાથે જીલ્લા અધ્યક્ષ કનકસિહ ઝાલા, ભાર્ગવભાઇ દવે, દિનેશ સોનગરા, રવિ પટેલ, જગતસિહ પરમાર, હાર્દિકભાઈ સોની, પ્રવિણસિંહ રાજપુત, અનિલ વણઝારા, શિવરામ મૌર્ય, જુગલ જોષી, પાર્થ મિસ્ત્રી અને મેઘાબેન ઝાલા, પ્રભાબેન સોની, પારૂલ પટેલ, ક્રિષ્ના શાહ, સુરેખાબેન સથવારા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :- જગદીશ સોલંકી સાબરકાંઠા.