રાજકોટ શહેરમાં ડીજીપીની સૂચના બાદ ઇસ્યુ કરાયેલા હેલ્મેટ અંગેના તમામ મેમો રદ કરવાની માંગ સાથે મહિલા કોર્પોરેટર દક્ષાબેનની આગેવાનીમાં ડીસીપી મીણાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે જો 8 દિવસમાં ન્યાય નહિ મળે તો ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે


રાજકોટ વોર્ડ નંબર 5ના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાએ પોલીસ કમિશ્નરને સંબોધીને ડીસીપી પ્રવિણકુમાર મીણાને આવેદનપત્ર પાઠવી કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્ય પોલીસવડા આશીષ ભાટિયા દ્વારા હેલ્મેટ ભંગ અંગે કેસો કરવાની સૂચના આપવામાં આવી હતી જે સંદર્ભે રાજકોટ શહેર પોલીસે અઢળક મેમો આપ્યા હતા અને અનેક લોકોને સીસીટીવી કંટ્રોલરૂમથી મેમો પણ ફટકાર્યા હતા આ તમામ મેમો રદ કરવાની માંગણી ઉચ્ચારી