અમેરિકાએ ચેતવણી આપી છે તે જો પુતિનની સેના ઈચ્છે તો…
50 હજાર લોકોના થશે મોત, અમેરિકાએ આપી ’પ્રલય’ની ચેતવણી
રશિયા અને યુક્રેન સરહદ પર પ્રવર્તી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ ચેતવણી આપી છે તે જો પુતિનની સેના ઈચ્છે તો માત્ર 72 કલાકમાં યુક્રેનની રાજધાની કિવ પર કબ્જો કરી શકે છે. અમેરિકાની સેનાના ચેરમેન ઓફ જોઈન્ટ્સ ઓફ સ્ટાફ જનરલ માર્ક મિલિએ કહ્યું કે યુક્રેન પર રશિયા જો હુમલો કરશે તો યુક્રેનના 15 હજાર સૈનિકોના અને રશિયાના ચાર હજાર સૈનિકોના મોત થઈ શકે છે.
અન્ય ગુપ્ત આંકલનમાં ચેતવણી આપવામાં આવી કે આ યુદ્ધની ઝપેટમાં આવવાથી 50 હજાર સામાન્ય નાગરીકોના પણ મોત થઈ શકે છે. માર્ક મિલિની ડરામણી ચેતવણી બાદ અમેરિકાના ઘણા સાંસદોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી કે બાઈડેન તંત્ર યુક્રેનના મામલે ઝડપથી સૈન્ય પહોંચાડવા માટે આગળ ન આવ્યુ. જેમાં એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ અને રોકેટ લોન્ચ સિસ્ટમ સામેલ છે કે જેથી તે રશિયા સામે પોતાની રક્ષા કરી શકે.
- Advertisement -
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ચેતવણી આપી કે રશિય યુક્રેન પર કોઈ પણ દિવસે હુમલો કરી શકે. સંઘર્ષની શરૂઆત થઈ તો માનવતાને મોટી કિંમત ચુકવવી પડશે. આ પહેલા અમેરિકાના અધિકારીઓએ પુષ્ટી કરી હતી કે રશિયાએ મહિનાના મધ્ય સુધીમાં પોતાના ઈરાદા પ્રમાણે ઓછામાં ઓછો 70 ટકા સૈન્ય સામાન એકત્ર કરી લીધો છે.