રાત્રીનો સમય હોવાથી લોકોની અવર-જવર ન હતી જેના લીધે મોટી દુર્ઘટના બનતા અટકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
- Advertisement -
જૂનાગઢ ગિરનાર પર્વત પર સામાન્ય રીતે શિલાઓ પડવાના બનાવો ખૂબ ઓછા છે ત્યારે અન્ય રાજ્યની જેમ ભારે વરસાદના લીધે ગિરનારના 2100 પગથિયે એક શિલા ધસી પડી હતી. જેના લીધે ગિરનાર યાત્રા કરવા આવતા યાત્રીકોને મુશ્કેલી અનુભવી હતી અને સીડી પર શિલા પડતા યાત્રીકોએ શિલાને ટપીને પસાર થવુ પડયુ હતુ. જો કે, રાત્રીના સમયે શિલા પડી હતી જેના લીધે કોઇ દુર્ઘટના બની ન હતી. પર્વત પરથી શિલાઓ તેમજ વૃક્ષ જમીન પર ધસી પડવાની ઘટાઓ બને છે ગિરનાર અગ્નિકૃત ખડકોનો બનેલો હોવાથી ભારે વરસાદમાં પણ આવી ઘટનાઓ બનતી નથી પરંતુ ગત રાત્રી વરસાદ ન હોવા છતા 2100 પગથીયા નજીક તોતિંગ શીલા ધસી સીડી પર આવી ગઇ હતી. રાત્રીનો સમય હોવાથી લોકોની અવર-જવર ન હતી જેના લીધે મોટી દુર્ઘટના બનતા અટકી છે.
પગથીયા પર શિલા પડતા ગિરનાર સીડી બ્લોક થઇ ગઇ હતી સવારે યાત્રાએ જનાર લોકોએ આ શિલા ઉપર થઇને અવર-જવર કરવી પડી હતી. જયારે બુઝુર્ગ લોકોએ પગથિયા પાર કરવામાં મુશ્કેલી ભોગવવી પડી હતી.
હાલ ચોમાસાની ઋતુ તેમજ રોપ-વે બંધ હોવાથી સીડી પરથી મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહે છે ત્યારે તંત્ર દ્વારા પગથીયા આસપાસ આવી શીલાઓ ધસી ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે એવીમાંગ ઉઠી છે. અંબાજી સુધી 11 કેવી વીજ લાનનું પૂર્ણ થઇ ગયુ છે પીજીવીસીએલ તંત્ર દ્વારા આ લાઇનનું ટેસ્ટીંગ કવરામાં આવ્યુ છે. ઘસી પડેલી શીલાના કારણે 11 કેવી લાઇન પણ ફંગોળાઇ ગઇ હતી આ વીજ લાઇનને નુકશાન થયાની આશંકા છે આ અંગે વીજ તંત્રના ઇજનેરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ છે કે, ગિરનાર પરથી 11 કેવી લાઇન પાઇપલાઇન અંદર નાખવામાં આવી છે તેમાં નુકશાન થવાની શકયતા નહીવત છે છતા શિલા ધસી પડવાથી નુકશાન થયુ હશે તો રિપેર કરવામાં આવશે.