જીમમાં રીલ્સ બનાવવા બાબતે મિત્ર એ જ યુવકને મોતને ઘાટ ઉતાર્યો
પોલીસે આરોપીની ધરપકડ કરી રિક્ધસ્ટ્રક્શન કરાવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીમ જતા બે યુવાનો વચ્ચે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી અપલોડ કરવા બાબતે થયેલી તકરારમાં ખુની ખેલ ખેલાયો હતો. જેમાં મિત્ર એજ મિત્રની છરીના 19 ઘા ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કર્યા બાદ ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શનિવાર રાત્રિના બનેલી હત્યાની ઘટનામાં 29 વર્ષીય યુવાનને જીમમાં સાથે આવતા તેના જ 19 વર્ષીય મિત્રએ છરીના 19 ઘા ઝીંકી હત્યા કરી હતી. જે બનાવમાં પોલીસે હત્યારા મિત્ર વિનય ઉર્ફે સુજુ હિતેશ ધામેચાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ મામલે જેતપુર ઉુજઙ રોહિતસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, નક્ષત્ર બિલ્ડિંગમાં આવેલા બોડી ફિટનેસ જીમમાં મૃતક અને આરોપી સાથે જીમમાં જતા હતા. 10 દિવસ પૂર્વે બંને વચ્ચે વર્કઆઉટનો વીડિયો બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને 3 દિવસ પહેલા મૃતકે આરોપી સાથે ધોલધપાટ કરી હતી. જેનો ખાર રાખી આરોપીએ મૃતક જીમમાંથી બહાર નીકળતાની સાથે જ 19 જેટલા છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મૃતક આશિષ ભાદરકા છેલ્લા બે વર્ષથી યુવક જીમમાં જતો હતો
મૃતકનાં પિતા નાથાભાઇ ગોવિંદભાઇ ભાદરકાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો દિકરો આશિષ છેલ્લા બે વર્ષથી ઉપલેટા ટાઉનમા વિપુલ ડાઇનિંગ હોલ પાસે નક્ષત્ર કોમ્પ્લેક્ષમાં આવેલ બોડી ફીટનેસ જીમમાં કસરત કરવા માટે જાય છે. ગઈકાલે સાંજના સાડા ચાર કે પોણા પાંચ વાગ્યાના અરસામા તે ઘરેથી નીકળ્યો હતો. ત્યારે તેણે જીમમા કસરત કરવાના કપડા કાળુ ટ્રેક પેન્ટ તથા આછા બ્લ્યુ જેવા કલરનું ટી શર્ટ પહેરેલ હતું. આશિષના ઘરેથી ગયા બાદ હું ઉપલેટા ટાઉનમાં ફરસાણની ફેરી કરવા માટે ગયો હતો અને સાંજના આઠેક વાગ્યાના અરસામા ઘરે પરત આવ્યો હતો.