રેસકોર્સ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાની અધ્યક્ષતામાં બેઠક મળી: ઉપપ્રમુખ તરીકે મુકેશ બુંદેલા, બી. કે. જાડેજા, રોહિત બુંદેલાની નિમણુંક
સાધારણ સભામાં વર્ષ 2022-23ના વાર્ષિક હિસાબો સર્વાનુમત્તે મંજૂર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા તા. 29-8-2023ના રોજ સાંજના 7-00 કલાકે રેસકોર્સ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રમુખ ગુણવંતરાય ડેલાવાળાની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ. જેમાં નીચે મુજબના હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી કરવામાં આવેલ. ગુણવંતરાય ડેલાવાળા પ્રમુખ, ડી. વી. મહેતા ઉપપ્રમુખ, મુકેશ બુંદેલા ઉપપ્રમુખ, બી. કે. જાડેજા ઉપપ્રમુખ, રોહિત બુંદેલા મંત્રી, જીવણસિંહ બારડ વ્યવસ્થાપક મંત્રી, અજય ભટ્ટ સહમંત્રી, રાજેશ ચૌહાણ સહમંત્રી, ધર્મેશ છત્રોલા સહમંત્રી, અમૃતલાલ બહુરાશી ખજાનચી, રાજુભાઈ માલકીયા હિસાબનીશ તથા કારોબારી સભ્યો લાલસિંહ ચૌહાણ, જયેશ કનોજીયા, શિવરાજસિંહ ચાવડા, પિયુષ કૈલા, મનીષ દવે, સાહીલ શેખ, દિપક યશવંતે, અક્ષય લુણાગરીયા, જાહીદ મલીક, કુ. મનીન્દર કેસપ.
ગત વર્ષની તા. 3-6-2022ના રોજ યોજાયેલ સાધારણ સભાનો એજન્ડા મંજૂર કરવામાં આવ્યો. વર્ષ 2023-24 તથા 2024-25 બે વર્ષ માટે ઉપરોક્ત મુજબ કારોબારી સભ્યોની સર્વાનુમત્તે વરણી કરવામાં આવેલ. જુદી-જુદી સબ જુનિયર, જુનિયર, અન્ડર-20, સિનિયર ભાઈઓ તથા બહેનોની સિલેકશન કમિટી નક્કી કરવામાં આવેલ. આગામી સિનિયર ભાઈઓની ટીમ માટે જયેશ કનોજીયા તથા મનદીપસિંહ બારડની કોચ તરીકે નિમણુંક કરવામાં આવેલ. વર્ષ 2022-23ના વાર્ષિક હિસાબો સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવેલ. રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટીમનું સ્તર ઉંચુ લાવવા માટે વધુમાં વધુ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાલે ફૂટબોલ ટીમનું સિલેકશન થશે
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની સિનિયર ભાઈઓ તથા બહેનોની ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર માસના બીજા વીકમાં રમાનાર હોય, રાજકોટ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટીમનું સિલેકશન નીચે મુજબ રાખવામાં આવેલ છે. સિનિયર બહેનો માટે સિલેકશન તા. 1-9-2023 શુક્રવારના બપોરના 3-00 કલાકે રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ છે. સિનિયર ભાઈઓ માટે સિલેકશન તા. 2-9-2023 શનિવારના બપોરના 3-00 કલાકે રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ છે.