અંદાજે 10,000થી વધુ સફાઈ કામદારોની ભરતી થવી જોઈએ જે થતી નથી : કોન્ટ્રાક્ટરો સફાઈ કામદારોનું કરે છે શોષણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શાસક પક્ષ દ્વારા ફરી ભરતી કૌભાંડ થઈ રહ્યું છે. જેને લઈને સફાઈ કામદારની ભરતી મામલે કોંગ્રેસ મનપા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં મનપા કમિશનર ને રજૂઆત કરાઈ હતી કે શાસક પક્ષ દ્વારા ફરી ભરતી કૌભાંડ થઈ રહ્યું છે.એટલું જ નહિ પરંતુ છેલ્લા 25 વર્ષથી સફાઈ કામદારોનું એક જ સેટઅપ છે.નવા અનેક વિસ્તારો રાજકોટમાં ભળિયા છે તેમ છતાં સફાઈ કામદારોનું 4900 નું જ સેટઅપ છે.
- Advertisement -
અને અંદાજે 10000થી વધુ સફાઈ કામદારોની ભરતી થવી જોઈએ જે થતી નથી.ભરતી અંગેનો ઠરાવ રદ કરવામાં આવે અને નવું સેટઅપ કરી નવા સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે.તેવી માંગ સફાઈ કામદારો એ કરી હતી.
આમ કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે.ત્યારે આ પ્રશ્નો નો ઉકેલ લાવવા મનપા કમિશનર ને રજુઆત કરાઈ હતી.