ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ટૂ વ્હિલ, ફોર વ્હિલ હોય કે ભારે વાહન, ચાલકો વાહનોના નિયમોને નેવે મૂકી બેરોકટોક ચલાવી રહ્યાં છે. જેને કારણે અકસ્માતના બનાવો પણ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. હાઇવે પર નિયમોનું ઉલ્લંઘન કરી વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવા આરટીઓ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી દર મહિને ડ્રાઇવ ગોઠવી રહી છે. ત્યારે આરટીઓ તંત્ર દ્વારા જુલાઇ મહિનામાં 1416 કેસની સામે ઓગસ્ટ મહિનામાં અલગ અલગ નિયમોનો ભંગ કરનાર 1445 ચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરી છે અને છેલ્લા બે મહિનામાં એક કરોડથી વધુની રકમનો દંડ વસૂલ કર્યો છે.
- Advertisement -
વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરનાર, વાહનનું પીયુસી નહીં કરાવનાર, કાર ચલાવતી વેળાએ સીટબેલ્ટ નહીં બાંધનાર અને વાહનનો વીમો નહીં ઉતારવાના કેસોમાં વધારો થયો છે. જુલાઇ મહિનામાં 327ની સામે ઓગસ્ટ મહિનામાં 339 કેસ આરટીઓ તંત્રે કર્યા હતા. ઓગસ્ટ મહિનામાં કરેલા અલગ અલગ પ્રકારના 1445 કેસમાં વાહનચાલકો પાસેથી તંત્રે રૂપિયા 50,32,908ની રકમનો દંડ વસૂલ કર્યો છે.
કેસનો પ્રકાર જુલાઇ ઓગસ્ટ
ઓવરલોડ વાહન 174 143
ઓવર ડાઇમેન્શન 39 36
ઓપરેશન 14 53
લાઇસન્સ વગર 110 97
ટેક્સ વગર 13 13
રોંગ સાઇડ 53 68
રિફલેક્ટર વગર 37 33
ફિટનેશ વગર 86 71
ઓવર સ્પીડ 486 472
રૂપ્ડ સુપ્ડ 69 84
અન્ય કેસ 8 36
10 વર્ષમાં એક પણ લાઇસન્સ રદ નથી થયા
રાજકોટ આરટીઓ કચેરીમાં થયેલી એક આરટીઆઇમાં ભયજનક રીતે ચલાવતા અને અકસ્માત સર્જનાર કેટલાક ચાલકોના લાઇસન્સ રદ કરવામાં આવ્યાનો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો. જે પ્રશ્નના જવાબમાં સારથી સોફ્ટવેરના રિપોર્ટ મુજબ, રાજકોટ આરટીઓ કચેરી દ્વારા છેલ્લા 10 વર્ષમાં એક પણ લાઇસન્સ રદ નહિ થયાનું પ્રકાશમાં આવ્યું છે.
- Advertisement -
ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા 23 વાહન ચાલકો દંડાયા
RTO અધિકારી કેતન ખપેડ, AIMV ઓમકારસિંહ ઝાલા, AIMV જે.એચ.ચોધરી તથા ટીમની કાર્યવાહી
રાજકોટ ગઈકાલે ગ્રીનલેન્ડ ચોકડી તેમજ માલિયાસણ રોડ વિસ્તારમા છઝઘ દ્વારા ચેકીંગ કરવામાં આવેલ હતું. જેમાં કઊઉ લાઈટ લગાવેલ વાહનો, હેવી વાહનનું લાઇસન ન ધરાવતા હોય તેવા વાહનો, પ્રાઇવેટ વાહનમા પેસેન્જરનું વહન કરાવતા તેમજ રોન્ગ સાઇડે ડ્રાઇવિંગ કરવું વગેરે જેવા વાહનો ઉપર મોટર વહાન કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરવા આવેકે હતી.જેમાં કુલ 23 જેટલાં અલગ અલગ મોટર વહાન કાયદાના ભંગ કરનાર વાહનો ઉપર 84000ના દંડની કાર્યવાહી કરવામાં આવેલ હતી