ગોંડલ

ગોંડલ ના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ દુકાન નંબર 92 માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પીઆઇ એસ એમ જાડેજા, પી એસ આઈ બી એલ ઝાલા, હેડ કોન્સ્ટેબલ જયદીપ સિંહ ચૌહાણ, યુવરાજસિંહ જાડેજા, જયસુખભાઇ ગરભાડીયા તેમજ જયંતીભાઈ સોલંકી દ્વારા દરોડો પાડી જુગાર રમતા પ્રવીણ ઉર્ફે ભરત બચુભાઈ મકવાણા રહે હરભોલે સોસાયટી ગોંડલ, અશોક ઉર્ફે રાજી ભુપતભાઈ ગોહિલ રહે ભગવત પરા ગોંડલ, મુનો ઉમરભાઈ પરમાર રહે રામનગર બસ સ્ટેન્ડ પાછળ ગોંડલ, હુસેન ઓસ્માણભાઈ અદાણી રહે ભગવત પરા શેરી નંબર 31 ગોંડલ, ઈકબાલ મિયા ઇસ્માઇલ મિયા કાજી રહે કડિયા લાયન વિકટરી સિનેમા સામે ગોંડલ તેમજ વીરભદ્રસિંહ હિંમતસિંહ જાડેજા રહે પાટીયાળી તાલુકો ગોંડલ ને રોકડા રૂપિયા 13880, ત્રણ બાઈક મળી કુલ રૂ 58880 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી