છેલ્લા 10 દિવસ દરમિયાન કાળમુખા કોરોના ઉપર રાજકોટે કાબુ મેળવી લીધો છે. શહેરમાં સ્થિતિ નોર્મલ થવાના સંકેતો મળી રહ્યા છે. સપ્ટેમ્બરમાં જે ડેથ રેટ હતો તે ઘટી ગયો છે. તે ઉપરાંત પોઝિટિવ આંકડાઓમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે તબીબોએ જણાવ્યું હતું કે જો લોકો દિવાળીના તહેવારોમાં તકેદારી, સાવચેતી નહિ રાખે તો કોરોના ફરી ઉથલો મારી શકે છે અને શહેર ફરીવાર જોખમમાં મૂકાય તેમ છે.