વીરનગર પાસે આજે એક ઓટો રીક્ષા પલટી ગઈ હતી જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા આ રોડ પર ઠેર ઠેર ખાડામાં વાહન ચાલકો પડી રહયા છે છતાંય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ રોડ પર બુઢણપરી નદી પુલ પાસે પણ મોટા ખાડામાં લોકો એ અજાણ્યા વાહન ચાલકો પડી ન જાય તે માટે કાપેલા વૃક્ષોના ઝેરડા મુકી દેવામાં આવ્યા હતા જેથી હોય આ ખાડાનો ભોગ ન બને આજે વીર નગર પાસે એક ઓટોરિક્ષા આ ખાડાનો ભોગ બની હતી, જેમાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચી હતી ઘટનાસ્થળે વિસનગરના સરપંચ પરેશભાઈ રાદડીયા અને ગામલોકો દોડી ગયા હતા અને લોકોને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા ત્યારે આખા ખાડા કેટલાકના ભોગ બનાવશે, રાજકોટ થી ભાવનગર સુધી ઠેર ઠેર ખાડા પડી ગયા છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ક્યારે વાહનચાલકો ભોગ બની રહ્યા છે તસવીર મા, ઓટો રીક્ષા નો ભૂક્કો બોલી ગયો છે (કરશન બામટા – આટકોટ)