આઠ નવદંપતિઓ કાલે પ્રભુતામાં પગલાં પાડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા આવતીકાલે વસંતપંચમીના દિવસે 27મો સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રીસ વર્ષથી સોશ્યલ ગ્રુપ દ્વારા અવિરતપણે વસંતપંચમીના સમૂહ લગ્નોત્સવ યોજાય છે. આજે કાઠી રાજગોર જ્ઞાતિની અંદર 300થી વધુ ડોકટરો, 400થી વધુ ઈજનેરો, 100થી વધુ વકીલો, 100થી વધુ શિક્ષણશાસ્ત્રીઓ છે અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંકુલો પણ ધરાવે છે. 15 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પોતાના ઉદ્યોગો (સ્ટાર્ટઅપ) કરવાવાળાની સંખ્યા પણ વધી રહી છે. બ્રાહ્મણ તરીકેનું નિજી કર્મ એટલે કે કર્મકાંડ અને ભાગવત કથાકાર તરીકે સેંકડો ભાઈ-બહેનો સંસ્કાર સિંચનનું કામ કરી પ્રતિષ્ઠા હાંસલ કરી છે. દેશ-વિદેશમાં પણ કથાકાર તથા પુરોહિત, પૂજારી તરીકે સેવા આપી સમાજનું નામ રોશન કરનારાઓમાં રમેશભાઈ મહેતા, પૂ. ધવલભાઈ જોશી, પાર્થભાઈ જોશી, કિરણબેન ભરાડ મુખ્ય છે. લગ્નમાં 540થી વધુ ક્ધયાઓએ પ્રભુતામાં પગલાં માંડી સુખી દામ્પત્ય જીવન ભોગવે છે. આ વર્ષે ભોજન સમારંભનો પૂર્ણ ખર્ચ જ્ઞાતિના યુવાન બિઝનેસમેન વિપુલભાઈ તેરૈયા દ્વારા તેમના પિતાની સ્મૃતિમાં આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સમૂહલગ્નમાં કાયમી રીતે દાન આપતા કાંતીભાઈ જોશી, પંકજભાઈ મહેતા, ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ધીરુભાઈ મહેતા, વિનુભાઈ ચાવ, ડો. કીર્તિ બોરીસાગર, જતીનભાઈ ભરાડ, ચંદ્રકાંત મંડીર, અક્ષયભાઈ, શૈલેષભાઈ તેરૈયા મદદરૂપ થાય છે. સમગ્ર આયોજન માટે દિલીપભાઈ ચાવડાગોર, વિજયભાઈ પુરોહીત, ભરતભાઈ મહેતા, કેતનભાઈ બોરીસાગર, રાજુભાઈ શીલુ, રમેશભાઈ રવિયા વગેરે કાર્યકર્તાઓની વિશાળ ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.