– વેસ્ટમિંસ્ટરમાં 4 દિવસ સુધી જનતા માટે અંતિમ દર્શન
બ્રિટન પર સૌથી લાંબો સમય રાજ કરનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગત ગુરુવારે નિધન થયું હતું, તેમના 19મી સપ્ટેમ્બરે રાજકીય સન્યાસ સાથે અંતિમ સંસ્કાર થશે.
- Advertisement -
બંકીધમ પેલેસ રાજકીય અંત્યેષ્ઠિ સંબંધી યોજનાઓની જાણકારી રવિવારે આપી હતી. અંતિમ સંસ્કાર આવતા સોમવારે વેસ્ટમિંસ્ટર એબે લંડન ખાતે થશે. આ તકે બ્રિટીશ શાહી પરિવારની સાથે જ વિદેશી ગણમાન્ય લોકો હાજર રહેશે. આ દિવસે બ્રિટનમાં જાહેર રજા જાહેર કરાઈ છે.
રવિવારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો તાબૂત એબર્ડીનશાયરતા બાલ્મોરલ કેસલથી સ્કોટલેન્ડ સ્થિત તેમના અધિકૃત આવાસ હોલી રુડ હાઉસ પેલેસ લાવવામાં આવ્યો હતો.
- Advertisement -
આ સમયે મહારાણીની અંતિમ સફરમાં સામેલ થવા માટે રસ્તા પર હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી. હોલી રુડ હાઉસ પેલેસના થ્રોન રૂમમાં સોમવારે શાહી પરિવારના સભ્ય મહારાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
વેસ્ટમિંસ્ટર હોલમાં 4 દિવસ સુધી થશે દર્શન: અંતિમ સંસ્કાર પહેલા મહારાણીનું પાર્થિવ શરીર ચાર દિવસ માટે સંસદની અંદર વેસ્ટમિંસ્ટર હોલમાં રાખવામાં આવશે, જેથી બ્રિટનની જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે.