જૂનાગઢમાં 8 મે 2022થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં સંઘ શિક્ષા વર્ગનો આલ્ફા વિદ્યા સંકુલ ખાતે પ્રારંભ થયો હતો.સંઘનો આ વર્ગ હવે અંતિમ તબબકામાં છે.આ વર્ગ 20 દિવસનો છે. આ વર્ગમાં સૌરાષ્ટ્રભરનાં 300 સ્વયંસેવકો પ્રશિક્ષણ મેળવી રહ્યાં છે અને 20 દિવસ સુધી લાઠી દાવ, સમતા, યોગ, નિયુદ્ધ સહિતનું પ્રશિક્ષણ મેળવતા હોય છે. વર્ગનાં અંતિમ દિવસે જાહેર કાર્યક્રમ યોજવામાં આવે છે.
જેમાં 20 દિવસ મેળવેલું પ્રશિક્ષણ રજુ કરવામાં આવે છે. આ વર્ગનો જાહેર સમાપન સમારોહ કાર્યક્રમ તા. 28 મે 2022નાં રોજ સાંજે 06:00 વાગ્યે આલ્ફા વિદ્યા સંકુલ ખાતે યોજાશે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામલાલજી અને અતિથી વિશેષ બિપીનભાઇ હદવાણી ઉપસ્થિત રહેશે. લોકોને જાહેર સમાપન સમારોહનો લાભ લેવા અનુરોધ છે, તેમ જૂનાગઢ વિભાગનાં વિભાગ પ્રચાર પ્રમુખ કમલભાઇ રાવલે જણાવ્યું હતું.