ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ખાતે રાજ્યકક્ષા ખેલ મહાકુંભ સ્પોર્ટ ક્લાઈમ્બીંગ સ્પર્ધાનું આયોજન સૌ પ્રથમવાર કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા. 27 થી 29 મે સુધી રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી ( સોરઠ ) જૂનાગઢ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી ક્લાઈમ્બર ભાઈઓ અને બહેનો સહભાગી થશે. જેમાં અંડર 14 ભાઈઓ અને બહેનો, અંડર 17 ભાઈઓ અને બહેનો, ઓપન એજ ભાઈઓ અને બહેનો રહેશે.
આ સ્પર્ધામાં આર્ટીફિસ્યલ વોલ પર લીડ ક્લાઈમ્બીંગ, સ્પીડ ક્લાઈમ્બીંગ, બોલ્ડર ક્લાઈમ્બીંગની સ્પર્ધાઓ થશે. આ સ્પર્ધાનો તા. 27 મે ના રોજ સવારે 6 કલાક થી પ્રારંભ થયો છે.આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મેડલ, મેરીટ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીએ જણાવ્યું હતું.