વિદ્યુત સહાયકમાં પાસ થયેલા 100થી વધુ ઉમેદવારો આ વિભાગમાં મહેકમ હોવા છતાં ભરતી ન કરાતા વિરોધ કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
આજરોજ શહેરના લક્ષ્મીનગરમાં આવેલી જીઇબીની કોર્પોરેટ ઓફિસ ખાતે ભરતીની પ્રકિયાને લઈને ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજનગર ચોકમાં આવેલી જીઈબીની કોર્પોરેટ ઓફિસ ખાતે વિદ્યુત સહાયકમાં પાસ થયેલા ઉમેદવારો દ્વારા તેમની માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ વિરોધ પ્રદર્શનમાં અંદાજિત 700થી 800 ઉમેદવારો જોડાયા હતા અને રજૂઆત કરી હતી કે વિદ્યુત સહાયકમાં પાસ થયેલા 100થી વધુ ઉમેદવારો આ વિભાગમાં મહેકમ હોવા છતાં ભરતી ન કરવામાં આવતા ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવું ઉમેદવાર મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું અને આગામી દિવસોમાં માગણીને પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જીઇબી ઓફીસ ખાતે રાખવામાં આવ્યો હતો.