શુક્રવાર પહેલા મસ્જિદ ખાલી કરાવવા આદેશ
સાઉદી અરબમાં તબલીગી જમાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એક ટ્વિટમાં ત્યાંના ઈસ્લામિક મામલાના મંત્રાલયે આ માહિતી આપી છે. સાઉદી અરબની સરકારે તબલીગી જમાતને આતંકવાદના દરવાજાઓ પૈકીનો એક ગણાવ્યો છે. સરકારે જમાતના લોકોને આગામી શુક્રવારની નમાઝ પહેલા મસ્જિદોને ખાલી કરવા કહ્યું છે. આ અંગે ભારતમાં પણ પ્રતિક્રિયાઓ આવી છે. ટ્વિટર યુઝર મોનિકાએ લખે છે કે કેટલાક ભારતીયોએ તબલીગી જમાતનો બચાવ કર્યો હતો અને તેમનો ખુલાસો કરનારાઓને ઈસ્લામોફોબિકનો કરાર આપ્યો હતો.
સાઉદી અરબે આતંકી સંબંધોના પગલે તબલીગી જમાત પર પ્રતિબંધ લગાવ્યો છે. અંશુલ સક્સેનાએ કહ્યું સાઉદી અરબે આતંકવાદના દરવાજાઓ પૈકીના એક દરવાજાનો કરાર આપીને તબલીગી જમાત પર પ્રતિબંધ લગાવ્યો છે. ઈસ્લામિક મામલાઓના મંત્રાલયે મસ્જિદને નિર્દેશ આપ્યા છે કે તે શુક્રવારની નમાઝ દરમિયાન જમાતની વિરુદ્ધ લોકોને ચેતવે. જોકે ભારતમાં દિલ્હી પોલીસ તબલીગી જમાતના નેતા મૌલાના સાદને શોધી શકી નહોતી.
- Advertisement -
કેટલાક લોકોએ તબલીગી જમાતના સમર્થનમાં પણ લખ્યું છે. સૈયદ અબ્દાહૂ કશકે લખ્યું તમે સહમત હોવ કે ન હોવ, તબલીગી જમાતે કરોડોની જીંદગીઓને બદલી છે. હું તબલીગી જમાતનો ફોલોઅર નથી.