ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટક હિજાબ વિવાદમાં પાકિસ્તાન બાદ હવે અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. જો બાઈડેન એડમિનિસ્ટ્રેશનમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા મામલાના રાજદૂત રાશદ હુસૈને કહ્યું કે કર્ણાટક સરકારે કોઈએ ધાર્મિક પોષાક પહેરવો જોઈએ કે નહીં તે અંગે નિર્ણય કરવો જોઈએ નહીં. ભારતીય મૂળના હુસૈને પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે કોઈ વ્યક્તિની ધાર્મિક આઝાદી સુનિશ્ચિત કરવા માટે તેને તેનો ધાર્મિક પોષાક પહેરવાની આઝાદી હોવી જોઈએ.અમેરિકાની જો બાઈડેન સરકારના આ અધિકારીએ ટ્વીટ કરીને લખ્યું કે પોતાનો ધાર્મિક પોષાક પહેરવો એ ધાર્મિક સ્વતંત્રતાનો ભાગ છે. ભારતીય પ્રદેશ કર્ણાટકે ધાર્મિક પહેરવેશની મંજૂરી નિર્ધારિત કરવી જોઈએ નહીં.
- Advertisement -
શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક આઝાદીનું હનન છે અને મહિલાઓ તથા છોકરીઓ માટે ખાસ ધારણ બનાવે છે અને તેમને હાશિયામાં ધકેલે છે.આ અગાઉ પાકિસ્તાને કર્ણાટક મુદ્દે ભારતીય રાજનયિકને સમન પાઠવ્યું હતું. પાકિસ્તાને ભારતના રાજનયિકને અપીલ કરી કે તેઓ ભારત સરકારના હિજાબ વિરોધી કેમ્પેઈન પ્રત્યે પાકિસ્તાનની ગંભીરતાથી અવગત કરાવે. પાકિસ્તાનના મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને ચૌધરી ફવાદ હુસૈન પણ હિજાબ વિવાદ પર ભારતની ટીકા કરી ચૂક્યા છે. એમ્બેસેડર એટ લાર્જ એવા રાજદૂત હોય છે જેમને વિશેષ જવાબદારીઓ અપાય છે પરંતુ તેઓ કોઈ ખાસ દેશ માટે નિયુક્ત હોતા નથી. રાશદ હુસૈન બિહાર સાથે સંબંધ ધરાવે છે. 41 વર્ષના હુસૈનને 500 પ્રભાવશાળી મુસ્લિમ લોકોમાં સામેલ કરાયા હતા. તેમને ગત વર્ષ જુલાઈ મહિનામાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિભાગના એમ્બેસેડર એટ લાર્જ નિયુક્ત કરવાની જાહેરાત કરાઈ હતી.