પ્રિયંકા વિરુદ્ધ શાંતિભંગની આશંકા સહિત 10 કલમ મુજબ કેસ નોંધવામાં આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને મળવા પહોંચેલી પ્રિયંકા ગાંધીની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. તેની સીતાપુર સ્થિત પીએસીના ગેસ્ટ હાઉસમાં 30 કલાકની અટકા-યતમાં રાખ્યા પછી ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ કલમ 144નુ ઉલ્લંઘન અને શાંતિભંગની આશંકા સહિત 10 કલમો મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ થોડીવારમાં તેમને કોર્ટમાં રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે તેમાં કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અને યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ પણ સામેલ છે.
બીજી તરફ પ્રિયંકાની ધરપકડથી નારાજ કોંગ્રેસ કાર્યકર્તા પીએસી ગેસ્ટ હાઉસની બહાર હોબાળો કરી રહ્યાં છે. તેમણે ગેસ્ટ હાઉસની બહાર બેરિકેડ્સ તોડી નાંખી અને નારેબાજી કરી. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી કારણ કે કાર્યકર્તા જમવાનું બનાવવાનો સામાન અને ટેંટ લઈને પહોંચી ગયા હતા અને પોલીસે તેમને રોક્યા હતા.
- Advertisement -