રાજકોટ એસઓજીએ ત્રણ દિવસ પૂર્વે ગાંધી મ્યુઝિયમ પાસેથી જાલીનોટ સાથે ઝડપી લીધો હતો
દોઢ માસથી ઘરમાં જરૂર મુજબ 100ની જાલી નોટો છાપતો હોવાનો ધડાકો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર એસઓજીએ ગાંધી મ્યુઝિયમ પાસેથી પોરબંદરના પત્રકારને 17 જાલી નોટ સાથે દબોચી લઈ પાંચ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ પત્રકાર પોતે ઘરમાં જ દોઢ માસથી કલર પ્રિન્ટર, સ્કેનરની મદદથી 100ના દરની અસલી નોટોની ઝેરોક્ષ કરી નકલી નોટો છાપતો હોવાનું જાણવા મળતા પોરબંદર ટેના ઘરે દરોડો પાડી તમામ સાહિત્ય કબજે કર્યુ હતું તે જરૂર મુજબ નોટો છાપી છુટક ખર્ચમાં વાપરી નાખતો હોવાની કબુલાત આપી હતી. રાજકોટ એસઓજી પીઆઈ એસ. એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગાંધી મ્યુઝિયમમાં પાસેથી પોરબંદરના પત્રકાર હિતેષ કનુભાઈ દાવડાને રૂ.100ના દરની 17 જાલી નોટ સાથે ઝડપી લઈ પુછતાછ કરતાં જાલી નોટો રાણાવાવના શખસ પાસેથી 50 ટકાના કમિશનથી લઈ આવ્યો હોવાનું રટણ કર્યું હતું પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવી આકરી ઢબે પુછતાછ કરતા રૂ.100ના દરની જાલી નોટો ઘરમાં જ છાપી હોવાની કબુલાત આપી હતી પોલીસે આરોપીને સાથે રાખી તેના પોરબંદરના ઘરેથી પ્રિન્ટર, અસલી એક જ સીરિઝની 5 નોટ સહિતનું સાહિત્ય કબજે કર્યુ હતું પોતાના ખર્ચ માટે પૈસાની જરૂર ઉભી થતા તેમ-તેમ નોટો છાપી પોરબંદરમાં જ રિક્ષા ભાડા, શાકભાજી સહિતના ખર્ચમાં વાપરતો હોનું તેમજ દોઢ માસથી નકલી નોટો છાપી હોવાનું જણાવ્યું હતું.