આસીયાન દેશોની પરિષદમાં હાજરી આપશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસની લાઓસ મુલાકાતે ગયા છે અહીં વડાપ્રધાન 21 મી આસીયાન ઈન્ડીયા સમીટમાં અને 19 મી ઈસ્ટ એશીયા સમીટમાં પણ ભાગ લેશે.
- Advertisement -
લાઓસનાં વડાપ્રધાન સોનેકસે સિમાંડોના આમંત્રણથી શ્રી મોદી આ દેશના પ્રવાસે ગયા છે તેઓ લાઓસની રાજધાની વિએનીયાને પહોંચશે ઈન્ડો-ચાઈના સમુદ્ર સ્થિત આ દેશ વિયેતનામ કંબોડીયા, તથા થાઈલેન્ડની વચ્ચે આવેલો છે. આ દેશની કુલ વસતી ફરી 75 લાખ છે શ્રી મોદીની આ મુલાકાતને એશીયાના દેશો સાથે ભારતનાં ગાઢ સંબંધોની દ્રષ્ટ્રિએ જોવાઈ રહી છે.મોદી સરકારે જે એકટ ઈસ્ટ પોલીસી અપનાવી છે તેમાં ઈન્ડો પેસીફીકની આ રાષ્ટ્ર મહત્વ ધરાવે છે.