ખાસ-ખબર ન્યૂઝ માણાવદર, તા.4
કલેકટર જૂનાગઢના માર્ગદર્શન તેમજ પ્રાંત અધિકારી સાહેબ, વંથલી ના વડપના તળે માણાવદર તાલુકામાં પડેલ ભારે વરસાદ દરમ્યાન રાહત અને બચાવ કામગીરી અન્વયે કે.જે.મારું, મામલતદાર, માણાવદર તેમજ કે.સી.સોલંકી નાયબ મામલતદાર (ડિઝાસ્ટર) એ કરેલ ઉત્કૃષ્ટ કામગીરી જેવી કે તાલુકા માં પડેલ ભારે વરસાદના કારણે ફસાયેલ 48 જેટલી વ્યક્તિઓ ને NDRF, SDRF તેમજ હોમ ગાર્ડ ના જવાનો ને સાથે રાખી રેસ્ક્યું કરી સલામત સ્થળે ખસેડવાની તેમજ નીચાણ વાળા વિસ્તાર માંથી સ્થળાંતર કરાવવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કલેકટર, જૂનાગઢ દ્વારા સન્માનિત કરવા માં આવેલ.