જૂનાગઢ 108ના કર્મીઓએ બે અમુલ્ય જીંદગી બચાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ બીલખા રોડ સ્થિત ધરાનગર પાસે રહેતા એક બહેનને ડિલિવર નો દુ:ખાવો ઉપડ્યો હતો અને તાત્કાલિક જૂનાગઢ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને જ્યારે માતા વધારે પ્રસ્તુતી પીડા ઉપડતા ઘરે ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી બાળકના ગળે નાળ વિંટળાયેલ હતી અને નોર્મલ ડિલિવરી પ્રસુતિ કરાવામા આવી અને માતા અને બાળકનો આબાદ જીવ બચાવ્યો.
જુનાગઢ શહેરના ધરાનગર બિલખા રોડ પર એક સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુ:ખાઓ થતા જુનાગઢ 108 એમ્બ્યુલન્સને ફોન આવેલો ફરજ પરના હાજર કર્મચારી ઈએમટી દિવ્યાબેન ગોસાઇ અને પાયલોટ જગદીશભાઈ ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલાને ઘટના સ્થળ પર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી 108ના ઈએમટી. દિવ્યાબેન ગોસાઈની સુજબુજ અને 108 હેડ ઓફિસના ડોક્ટર જે. ડી પટેલની સલાહ મુજબ જરુરી સારવાર આપી માતા અને બાળકનો જીવ બચાવવામા આવ્યો હતો અને બંનેને સલામત રીતે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.તેમના સગા સંબંધીઓ દિકરાનો જન્મ થતા 108ના કર્મચારીનો આભાર માન્યો હતો જયારે જિલ્લાના ઉચ્ચ અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણ અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.