લોકસભા અને વિધાન સભાની ચૂંટણી તથા રામનવમી તહેવાર ઉપર એક શખ્સ પિસ્તોલ અને મેગેઝિન સાથે ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર તા.17
- Advertisement -
પોરબંદરમાં ચૂંટણી અને રામનવમીના તહેવારના માહોલમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડિયા દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ચૂંટણીમાં વોચ રાખવા અને ગેરકાયદેસર હથિયારના કેસો શોધવાના અનુસંધાને ક.ઈ.ઇ પી.આઈ આર.કે.કાંબરિયા તથા સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ઇંઈ ગોવિંદ મકવાણા તથા ઙઈ દુલાભાઈ ઓડેદરાને મળેલ હકીકત ના આધારે, રાણાવાવ સરકારી વિનયન કોલેજ પાસે રોડ પરથી આરોપી દીપસિંહ ઉર્ફે દીપું નાગજુણભાઇ માણેક ઉ.વ 43 જે મિયાણી ગામ ફૂલવાડી વિસ્તાર તા.જી. પોરબંદરવાળા પાસે આધાર પુરાવા વગરની લોખંડની બનેલી ચાલુ હાલતની પિસ્તોલ અને મેગેઝીન મળી આવતા રૂપિયા 15,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
અને આરોપી વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કામગીરીમાં પોરબંદર કઈઇ ઙઈં આર.કે.કાંબરિયા, અજઈં બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોશી, ઇંઈ ઉદયભાઇ વરુ, ઉપેન્દ્ર જાડેજા, ગોવિંદભાઈ મકવાણા, રાણજીતસિંહ દયાતર, હિમાંશુભાઈ મક્કા, મુકેશભાઈ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લખમણભાઈ ઓડેદરા, ઠઇંઈ નાથીબેન કુછડીયા, તથા ઙઈ નટવરભાઈ ઓડેદરા, વીરેન્દ્રસિહ પરમાર, દુલાભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ, જીતુભાઈ દાસા, ડ્રા ઙઈ ગોવિંદભાઈ માળિયાના સંયુકત ઉપક્રમે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.