થર્ટી ફર્સ્ટ ન્યૂયરમાં જૂનાગઢ-ગીર સોમનાથ પોલીસની તવાઈ
જૂનાગઢ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ અને ન્યુયરમાં 150 ઝુમતા ઝડપાયા
- Advertisement -
ગીર-સોમનાથ જિલ્લામાં ફાર્મ પાર્ટી યોજતા ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ – ગીર સોમનાથ જિલ્લા માં થર્ટી ફર્સ્ટ અને ન્યુયરના દિવસે નશો કરનાર ઈસમો સામે પોલીસે તવાઈ બોલાવી હતી અને અનેક લોકો ઝુમતા ઝડપાયા હતા બંને જિલ્લામાં પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબી અને પોલીસ સ્ટેશન સ્ટાફ સહીતના પોલીસ કર્મી ધ્વરા હાઇવે પેટ્રોલિંગ સાથે ખાનગી હોટલ અને ફાર્મ હાઉસ પર કડક ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં અનેક ઝુમતા અને પાર્ટી યોજતા ઝડપાય ગયા હતા અને રંગ ભંગ પડયો હતો જૂનાગઢ રેન્જ આઇજી મયંક સિંહ ચાવડાના માર્ગ દર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટી અને ગીર સોમનાથ એસપી મનોહર સિંહ જાડેજાની સૂચનાથી થાણા અધિકારી અને સ્ટાફ ને સૂચના આપતા કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યું હતું અને કોઈ અનિચ્છિય બનાવના બને તેમાટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં દીવ ઉના ચેક પોસ્ટ પર થર્ટી ફર્સ્ટ અને ન્યુયર ને લઈને પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું હતું અને દીવ તરફથી આવતા દરેક વાહનોને પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત દ્વારા રોકીને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે જેમાં દારૂ પીધેલા અનેક લોકો ઝડપાયા હતા અને તડ ચેકપોસ્ટ પર 60 લોકો પીધેલા ઝડપાયા તો માંડવી ચેક પોસ્ટ પર પણ અનેક પીધેલા ઝડપાયા હતા આ સિવાય ઉના અને કોડીનાર શહેરના હાઇવે પર પણ પોલીસનું ચુસ્ત ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં દારૂ પીધેલ 162 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા તેની સામે પ્રોહિબિશનના 122 કેસ કાર્ય હતા દારૂ પીને વાહન ચલાવતા 185 ઈસમોના 23 કેસ કાર્ય હતા તેમજ મેહફીલની મજા માણવાની બે કેસ કરીને ન્યુ યરની ઉજવણી કરનાર સામે પોલીસે ધોરણ સરની કાર્યવાહી કરી હતી.
- Advertisement -
વેરાવળ ફાર્મહાઉસમાં મહેફીલ માણતા 10 ઝડપાયા
31 ડીસેમ્બરની ઉજવણી અનુસંધાને જીલ્લામાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી ગીર સોમનાથ જિલ્લા પોલીસ કરતી હોય તેમ એલ.સી.બી.ના પોલિસ સ્ટાફ પેટ્રોલીંગમાં દરમ્યાન એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર,પો.હે.કો.નરેન્દ્રભાઇ પટાટને મળેલ બાતમી હકીકત આધારે ભાલપરા ગામની ફાટક પાસે ઓવરબ્રીજની બાજુમા આવેલ ફાર્મમાં રેડઇ કરી દારૂની મહેફીલ માણતા રંગમાં ભંગ પડતા 10ને જેમાં વેરાવળનાં 7 રહીશો તેમજ જૂનાગઢનાં 3 એમ કુલ 10 લોકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન 4000નો બિયર દારૂ કુલ 5, ગ્લાસ, નમકીન, 9 મોબાઈલ, 3 કાર કુલ 32,64,000 નો મુદામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી પોલિસે કરી છે.
જૂનાગઢ પોલીસનું કડક ચેકિંગ
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા થર્ટી ફાસ્ટ અને ન્યુ યર દિવસોમાં દારૂ પીને ઉજવણી કરતા સામે ધોંસ બોલાવી હતી જેમાં 150થી વધુ ઝુમતા ઝડપાયા હતા જયારે કાળા કાચની 81 કાર ચાલકો સામે કાર્યવાહી કરી હતી અને 117 વાહનો ડીટેઇન કરીને 437 વાહન ચાલકો સામે એનસી કેસ કર્યા હતા અને 11 વાહન ચાલકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા.