લોકસભા ચૂંટણી અન્વયે ગુજરાતમાં પ્રથમ મુલાકાત: જૂનાગઢ મુલાકાત માટે તડામાર તૈયારીઓ શરૂ
ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન પેહલા પ્રધાનમંત્રીની એન્ટ્રી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ દેશ ભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દેશમાં પ્રથમ અને બીજા તબકાનું મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે જયારે હવે ત્રીજા તબકાનું મતદાન 7 મેના રોજ યોજવાનું છે જેમાં ગુજરાત સુરતની એક બેઠક બિનહરીફ થતા ગુજરાતની 25 લોકસભા બેઠક પર આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે પ્રધાનમંત્રી લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે.અને જાહેર સભાઓ ગજવશે અને ચૂંટણીનું રણશીંગુ ફુંકાશે જેમાં જૂનાગઢમાં 2જી મે ગુરુવારના રોજ ચૂંટણી સભા કૃષિ યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ તેમની પ્રથમ મુલાકાત ગુજરાતમાં કરવાના છે ત્યારે આગામી 2જી મેના રોજ શહેરની કૃષિ યુનિવર્સીટી ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ લોકસભા, પોરબંદર અને અમરેલીની 15 જેટલી વિધાનસભાના મતક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2જી મેના ગુરુવારે બપોરે ત્રણ કલાકે વિશાળ જન સભાને સંબોધન કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે જયારે પ્રધાનમંત્રી જૂનાગઢ પધારતા હોય ત્યારે તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
- Advertisement -
આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જુનાગઢ ખાતે 2જી મેના રોજ યોજાનાર સભાના આયોજન અનુસંધાને જૂનાગઢ મહાનગર ભાજપની એક બેઠક યોજાઇ હતી જેમાં ઉપસ્થિત નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા કાર્યક્રમના ઇન્ચાર્જ ધવલભાઈ દવે, સહ ઈન્ચાર્જ હાર્દિકસિહ ડોડીયા, લોકસભા પ્રભારી ઉદયભાઈ કાનગડ, લોકસભાના સંયોજક ચંદ્રેશભાઇ હેરમા, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, જુનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જાહેર સભાની વ્યવસ્થા માટે માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાનગર મહામંત્રી મનનભાઈ અભાણીએ કર્યું હતું તથા આભાર વિધિ મહાનગર મહામંત્રી વિનુભાઇ ચાંદગેરાએ કરી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા શાસક પક્ષ નેતા કીરીટભાઇ ભીંભા દંડક અરવિંદભાઈ ભલાણી, પ્રદેશ સંગઠનનાં હોદેદારો મહાનગર તથા જીલ્લા સંગઠનનાં હોદેદારો પદાધિકારીઓ મોરચાના હોદેદારો મંડલનાં હોદેદારો તથા બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મિડિયા સંકલન કેતન નાઢાએ કર્યું હતું તેમ મિડિયા વિભાગનાં સુરેશ પાનસુરીયા, સંજય પંડ્યા અને જીતું ઠકરારની એક યાદીમાં જણાવ્યું છે.