વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત અને શ્રીલંકાની વચ્ચે નૌકા સેવા ફરી શરૂ થઇ. કેન્દ્રિય બંદરગાહ, જહાજરાની અને જલમાર્ગ અને સ્વાસ્થય મંત્રી સર્બાનંદ સોનોવાલએ તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકામાં કાંકેસંતુરાઇના વચ્ચે ફેરી સેવાને લીલીઝંડી આપી. આ સમારોહમાં વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં સામેલ થયા હતા.
તમિલનાડુના નાગિપટ્ટનમ અને શ્રીલંકાના કાંકેસંથુરાઇના વચ્ચે ફેરી સેવાના ઉદ્ધાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા. આ વિશે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અમે ભારત અને શ્રીલંકાની વચ્ચે રાજનૈતિક અને આર્થિક સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. ભારત અને શ્રીલંકા સાંસ્કૃતિક, વાણિજ્ય અને સભ્યતાનો ગુઢ ઇતિહાસ દર્શાવે છે અને બંન્નેમાં આર્થિક ભાગીદારી પણ વધશે. આ ફેરી સેવા નાગાપટ્ટિનમ અને કાંકેસંતુરાઇની વચ્ચે શરૂ થઇ અને અમારા સંબંધોને મજબૂત કરવામાં એક મહત્વપૂર્ણ મીલનો પત્થર સાબિત થશે.
- Advertisement -
#WATCH | Nagapattinam, Tamil Nadu: Union Minister of Ports, Shipping & Waterways and Ayush, Sarbananda Sonowal flags off the Ferry service between Tamil Nadu's Nagapattinam and Sri Lanka's Kankesanturai. External Affairs Minister Dr S Jaishankar joined the event virtually
(Video… pic.twitter.com/BgtlQiir1P
— ANI (@ANI) October 14, 2023
- Advertisement -
આ ક્નેક્ટિવિટી બંન્ને દેશ અને લોકોને નજીક લાવશે
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે હાલિયા પ્રવાસ દરમ્યાન બંન્ને દેશોમાં આર્થિક ભાગીદારી વધારવા પર સહમતિ બનાવી હતી. તેમણે કહ્યું કે, ક્નેક્ટિવિટી આ ભાગીદારીનો કેન્દ્રિય વિષય છે. ક્નિક્ટિવિટી ફક્ત બે દેશોને જ નજીક નથી લાવતી, પરંતુ બે દેશો અને લોકોને નજીક લાવે છે. ક્નિક્ટિવિટી વેપાર, પર્યટન અને લોકોના સંબંધોને વધારે છે.
"Important milestone in strengthening our relations": PM Modi at launch of ferry services between India, Sri Lanka
Read @ANI Story | https://t.co/t1wkBDxMnz #PMModi #India #Srilanka #ferryservices pic.twitter.com/a9a48YX8bs
— ANI Digital (@ani_digital) October 14, 2023
જાણો ફેરીનો સમય અને પ્રવાસનું ભાડું
મળેલી જાણકારી અનુસાર, શ્રીલંકા જવા માટે ફેરી સેવાની ટિકિટ પ્રતિ વ્યક્તિ 7670 રૂપિયા(6500 અને 18 ટકા GST) નક્કી કરવામાં આવ્યો હતો. હાર્બર વિભાગના અધિકારીઓનું માનવામાં આવે તો આજે ઉદ્ધાટન પ્રસ્તાવના રૂપમાં તેની ટિકિટ 2800 રૂપિયા(2375 અને GST) નક્કી કર્યો છે. હાલમાં ટિકિટનો ભાવ પર 75 ટકા છુટ આપવામાં આવી છે. આ ફેરી સેવાથી કોઇ પણ ફક્ત ત્રણ કલાકમાં તમિલનાડુથી શ્રીલંકા જઇ શકે છે.
ભારત અને શ્રીલંકાના બહુ જ જુના સંબંધો છે
તમિલનાડુ નાગપટ્ટિનમ અને આસપાસના લગભગ લાંબા સમયથી શ્રીલંકા સહિત કેટલાય દેશોની સાથે સમુદ્રી વ્યાપાર માટે જાણવામાં આવે છે. બંન્ને દેશોના આર્થિક સંબંધ એટલે જુના છે કે, પૂમપુહારના ઐતિહાસિક બંદરગાહનો ઉલ્લેખ પ્રાચીન તમિલ સાહિત્યમાં એક કેન્દ્રના રૂપમાં કરવામાં આવ્યો છે.