- તહેવારોમાં કોઇ મોટી આતંકી ઘટનાને પાર પાડવાના હતા
પંજાબમાં શાંતિ ભંગ કરવાની કોશિશ કરનાર આતંકી મોડ્યુલને મોટો ફટકો લાગ્યો છે. અમૃતસર પોલીસએ કેન્દ્રિય એજન્સીની સાથે એક સંયુક્ત અભિયાનમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીની ધરપકડ કરી છે. બંન્ને જમ્મૂ-કાશમીરમાં રહેનારા છે. ડીજીપી ગૌરવ યાદવે જાણકારી આપી હતી.
In a major breakthrough, SSOC-Amritsar in a joint operation with Central agency busted a LeT module and arrested 2 persons who are residents of J&K
- Advertisement -
Seizure: 2 IEDs, 2 Hand Grenades, 1 pistol with 2 Magazines, 24 cartridges, 1 Timer Switch, 8 Detonators & 4 Batteries (1/2) pic.twitter.com/IkyVID8IvI
— DGP Punjab Police (@DGPPunjabPolice) October 14, 2023
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બે આઇઇડી, બે હેન્ડ ગ્રેનેડ, બે મૈગઝીનની સાથે 1 પિસ્તોલ, 24 કારતૂસ, 1 ટાઇમર સ્વિચ, 8 ડેટોનેટર અને 4 બેટરી જપ્ત કરવામાં આવી છે. એક આતંકી મોડયુલને લશ્કર-એ-તૈયબાના સક્રિય સદસ્ય ફિરદૌસ અહમદ ભટ સંભાળે છે. તેના ઇશારે જ પંજાબના તહેવારોમાં દિલ હચમચાવી નાખનારી ઘટનાની પ્લાનિંગ બની હતી. પંજાબમાં આવનારા દિવસોમાં આતંકી ઘટનાઓને પાર પાડવાની પ્લાનિંગ ચાલી રહી હતી.