કેનેડાનો કડક નિર્ણય, સંસદમાં પસાર કરાવશે કાયદો
ખાસ-ખબર સંવાદદાતા
PM ટ્રુડોએ કહ્યું, કેનેડામાં હવે હેન્ડગન ખરીદવા, વેચવા અને આયાત-નિકાસ કરવું શક્ય નહીં હોય
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે કેનેડામાં હેન્ડગનના વેપાર પર પ્રતિબંઘ લગાવતો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ બંદૂકની આયાત-નિકાસ ઉપર પણ લાગુ કરાશે. ટ્રુડોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, અમે હેન્ડગનના વેપાર પર પ્રતિબંધ લાવવા માટે કાયદો લાવી રહ્યા છીએ. હવે કેનેડામાં ક્યાંય પણ હેન્ડગનની ખરીદી-વેચાણ કરી શકાશે નહીં.
- Advertisement -
સંયુક્ત રાજ્ય અમેરિકાએ તાજેતરમાં જ સ્કૂલમાં થયેલા ગોળીબાર પછી નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ બિલ હજી સંસદમાં પસાર કરવાનું બાકી છે, જ્યારે સંસદમાં સત્તામાં રહેલી પાર્ટીઓ પાસે સીટ પણ ઓછી છે. ટ્રુડો માટે કાયદો પરત લેવો પણ એક મોટો પડકાર છે. આ મુદ્દે પત્રકારો સાથે વાત કરતા ટ્રુડોએ કહ્યું કે, અમે હેન્ડગન માટે બજાર સીમિત કરી રહ્યા છીએ. કેનેડામાં ક્યાંય પણ હેન્ડગન ખરીદવી, વેચવી કે આયાત-નિકાસ કરવાનું શક્ય નહીં થાય.
ફાયરિંગની ઘટનામાં વધારો થયો
એપ્રિલ 2020માં ગ્રામીણ નોવા સ્કોટિયામાં કેનેડાના સામૂહિક ગોળીબારની ઘટનામાં 23 લોકોના મોત થયા હતા. ત્યારે પણ સરકારે 1,500 પ્રકારના સૈન્ય-ગ્રેનેડ અને હથિયારો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે સોમવારે ટ્રુડોએ પણ સ્વીકાર્યું છે કે, ફાયરિંગની ઘટનામાં વધારો થયો છે. કેનેડાની સરકારી સ્ટેસ્ટીક એજન્સીએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, ફાયરિંગ જેવી ઘટનાઓ કેનેડામાં અન્ય ગુનાહિત પ્રવૃતિઓ કરતાં 3 ટકા ઓછી હતી.