મેદાન ફરતે દીવાલમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી અંગેના સંદેશ દર્શાવતા ચિત્રો દોરવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની સ્વચ્છતા વિષયક કામગીરી સફાઈની વ્યવસ્થા વધુ સુધ્ઢ બનાવવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં તારીખ 15/10/2023 થી 16/12/2023 સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહયું છે.
- Advertisement -
જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિ. કમિશનર આનંદ પટેલનાં માર્ગદર્શન અને સુચના હેઠળ નાકરાવાડી ખાતે 100 એકર જમીનમાં મીયાવાકી પધ્ધતિથી 3 લાખ વુક્ષો વાવવાનું તબક્કાવાર આયોજન કરાયું છે. આ મેદાન ફરતે દીવાલમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી અંગેના સંદેશ આપતા ચિત્રો દોરીને આકર્ષણ ઉભું કરવામાં આવી રહ્યું છે.