ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ શહેરમાં નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ ભગવાન હાટકેશનો પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં હાટકેશ પાટોસવ સમિતિના ક્ધવીનર નીરજ વૈદ્ય જણાવ્યું છે કે, ચેત્ર માસમાં ધાર્મિક કર્યોનું અનેરું મહત્વ હોઈ છે.ત્યારે નાગર જ્ઞાતિ ઇષ્ટદેવ હાટકેશદાદાનો પ્રાગટ્ય દિવસ ચેત્ર સુદ – 14ના રોજ આવે છે.ત્યારે હાટકેશ જ્યંતીની ઉજવણીમાં વડોદરા સ્થિત સ્વ. દિનેશચંદ્ર વિજયલાલ બુચ તથા જાગૃતિબેન દિનેશચંદ્ર બુચ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવશે.
- Advertisement -
જેમાં તા.21 રવિવારના સાંજે રાઘવ મ્યુઝિક દ્વારા ભજન સંધ્યા અને ભોજનનું આયોજન કરાયું છે અને તા.22 સોમવારના રોજ સવારે 7 વાગે હાકેશ્ર્વર મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળશે જે અંબાઇ ફળીયા, વળ ફળીયા, માંગનાથ રોડ, અનંત ધર્માલય અને નાગર રોડ થઇને હાટકેશ્ર્વર મંદિરે પરત ફરશે. જ્યારે હાટકેશ જયંતિ નિમિતે સવારથી લઘુદ્વ, શિવ સ્તવનની સાથે દાતાશ્રીનો સન્માન સમારંભ અને સાંજે મહાપ્રસાદનું આયોજનકરાયુ છે.