ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ સમાજના અભિન્ન ભાગ તેવો કિન્નર સમાજ તા.7મી મે એ અચૂક મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયો છે. સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જૂજ પણ 100 ટકા મતદાન કરવા માટે નિર્ધાર કર્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અને મહત્તમ મતદાન થાય તે માટે સમાજના દરેક તબક્કા સુધી જિલ્લા ચૂંટણી તંત્ર પહોંચી રહ્યું છે. મતદાન જાગૃતિની આ ઝુંબેશમાં જૂનાગઢનો કિન્નર સમાજ સહભાગી બન્યો હતો.
- Advertisement -
જૂનાગઢ રેલવે સ્ટેશન પાસે આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં તદયયા અંતર્ગત નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે કિન્નર સમાજે સંકલ્પ કર્યો હતો.કિન્નર સમાજના અગ્રણી ફીજામાસીએ જણાવ્યું કે, તા.7મી મેએ અમે મતદાન કરવા માટે જવાના છીએ ત્યારે જૂનાગઢવાસીઓ પણ દેશ અને સમાજના હિતમાં તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે 100 ટકા મતદાન કરે. તેવો તેમણે અનુરોધ કર્યો હતો.તેવા જ કિન્નર સમાજના અગ્રણી નીરુમાસીએ પણ યોગ્ય જનપ્રતિનિધિ ચૂંટવા માટે અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કરતા કહ્યું કે, 100 ટકા મતદાન કરી લોકશાહીનું આ મહાપર્વ ઉજવવું જોઈએ.