પત્રકાર ભવન બનાવવા કલેક્ટર પાસે જગ્યા ની માંગણી કરવામાં આવશે.

પાટણ પ્રેસ ક્લબ ની પાટણ ના જુના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો દ્વારા નવરચિત ક્લબની મીટીંગ શનિવારના રોજ યોજાઈ હતી. જેમાં પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.
પાટણ ખાતે પાટણ જિલ્લા ના પત્રકારનું સંગઠન બનાવી પત્રકારોના પ્રશ્નોનું નિરાકાર લાવવા માટે તેમજ પત્રકારોના હિતોનું રક્ષણ કરવા સંગઠન ની રચના કરવામાં આવી હતી. આ મિટિંગમાં પાટણના સિનિયર પત્રકારોનું શાલ બુકે અને સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણના સિનિયર પત્રકાર બાબુભાઈ જેઠાભાઈ પટેલે પત્રકારો માટે જિલ્લા મથકે એક ભવન બનાવવા માટે તૈયારી કરવી જોઇએ અને આ માટે પાટણ કલેકટર સમક્ષ જમીનની માંગણી કરવા રજુઆત કરવામાં આવશે અને બિલ્ડિંગ બનાવવા માટે તેઓની તરફથી આર્થિક સહયોગ પુરો પડવાની જાહેરાત કરી હતી.
તો હિમાંશુભાઈ વ્યાસે હાજર સિનિયર પત્રકારો ના માર્ગદર્શન થકી વીસ વર્ષ પહેલાં પત્રકાર નું જે માન હતું તે આજે રહ્યું નથી એ માટે પત્રકાર નું સંગઠન જરૂરી હતું જે માટે એક પાટણ પ્રેસ ક્લબની રચના એક પ્રથમ પગથિયું બની રહેશે. જેને આગળ લઈ જવાની જવાબદારી આપણા સૌની રહેશે તેમ જણાવ્યું હતું.
સિનિયર પત્રકાર સેવંતીલાલ સોની એ પણ તેમના સમયની વાત કરી હતી કે અમારા સમયમાં મોબાઈલ જેવી ટેકનોલોજી ન હતી તેમ છતાં માત્ર એક ફોનથી કલેકટર અને નેતાઓ તો ઠીક મંત્રી કે મુખ્યુમંત્રીને દોડતું આવવું પડતું હતું. એવી ધાક હતી જે આજે રહી નથી.
આ ઉપરાંત અરૂણભાઇ સાધુએ પાટણ પ્રેસ ક્લબ ને રાજ્યકક્ષાએ થી જે પણ કંઈ લાભ મળી શકે એ માટે તેઓની તૈયારી દર્શાવી હતી.
જયારે પિયુષભાઈ આચાર્ય, રાધનપુરથી મનોજભાઈ ભોજક,ભરતભાઈ ચૌધરી, ખેંગાર યોગી સહિત અનેક પત્રકાર મિત્રોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆતમાં પ્રેસ કલબ પાટણ દ્વારા સિનિયર પત્રકારો નું શાલ બૂકે અને પ્રમાણપત્ર આપી્ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણ શહેર અને જિલ્લાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જેઠી નિલેષ પાટણ