ગીર જંગલમાં પણ પ્લાસ્ટિક: વન્ય પ્રેમીઓ માટે ચિંતાનો વિષય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગીર જંગલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. પરંતુ અહીં આવતા પ્રવાસીઓ પ્લાસ્ટિક છોડી જતા રહે છે. આવી જ સ્થિતી ગિરનારની છે. ગિરનાર પર્વત ઉપર પણ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક જોવા મળે છે. ત્યારે સિંહબાળનાં મુખમાં પ્લાસ્ટિકનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ ઘટના વન્ય પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની છે. પ્લાસ્ટિક વન્ય પ્રાણીઓ અને વન્યસૃષ્ટી માટે ખતરનાક સાબિત થનાર છે.ગીર જંગલમાંથી સામે આવેલો વીડિયો અભયારણ્યમાં રહેલા કચરાની પરિસ્થિતિનો ચિતાર આપવા સમાન છે. ગીર જંગલમાં તા.15 જૂન 2022થી શરૂ થયેલા સિંહોના વેકેશનના આગલા દિવસે સવારના જંગલ સફારીના રૂટ નં.6 પર દુર્લભ દ્રષ્ય કેદ થયુ હતુ. જેમાં ગીર જંગલમાં સિંહબાળના મોઢામાં જીપના પાછળના વ્હિલમાંથી પેસેન્જરોને ધુળ ન ઉડે એ માટે લગાડાવામાં આવતુ રબરનું કવર જોવા મળે છે. આ કવર રૂટથી થોડા ફૂટ અંદર હતુ. જ્યાં સિંહના ગૃપમાં ત્રણ બચ્ચાં હતા અને રોડ ક્રોસ કરતા હતા એ સમયે એક સિંહબાળ મોઢામાં કવર લઈને જઈ રહી રહ્યુ હતું.