ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વોર્ડ નં. 1ના જાગૃત કોર્પોરેટર ડો. હીરેનભાઈ ખીમાણીયા દ્વારા ‘જનસેવા કાર્યાલય’ ખાતે આજરોજ રાશનકાર્ડ, ઈ-કેવાયસી, આધારકાર્ડ, મોબાઈલ લિંક, પોસ્ટ વિમા યોજના, સુક્ધયા સમૃદ્ધિ યોજનાના નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં. 1ના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.આ કેમ્પમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ ચેરમેન જયમિનભાઈ ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, વોર્ડ કોર્પોરેટર, દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશભાઈ મોરઝરીયા, વોર્ડ 1 પ્રભારી કાથડભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, મહામંત્રી નાગજીભાઈ વરૂ, રાણાભાઈ ગોજીયા, લલિતભાઈ વાડોલીયા, રામભાઈ ગોજીયા, કાનાભાઈ ખાણધર, જયદિપસિંહ જાડેજા, ગૌરવભાઈ મહેતા, સેજલબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.