ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે દશેરાના રોજ અરૂણાચલ પ્રદેશના પ્રવાસ પર તવાંગ પહોંચ્યા હતા. તવાંગમાં રક્ષામંત્રીએ દશેરાના પાવન અસવર પર શસ્ત્રોની પૂજા કરી હતી. આ દરમ્યાન રક્ષા મંત્રીએ તવાંગના યુદ્ધ સ્મારક પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
#WATCH | Defence Minister Rajnath Singh lays a wreath at Tawang War Memorial in Arunachal Pradesh and pays tribute to the Bravehearts. pic.twitter.com/WlJkfqvMbk
- Advertisement -
— ANI (@ANI) October 24, 2023
સાથે જ રક્ષા મંત્રીએ અરૂણાચલ પ્રદેશના બમ લા બોર્ડરથી સીમા પાર હાજર ચીનની ચોકીઓનું નિરિક્ષણ કર્યું હતું. આ દરમ્યાન સેનાના અધિકારીઓએ રાજનાથ સિંહને સીમા પર હાલની પરિસ્થિતિ વિશે જણકારી આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ તવાંગમાં 1962 યુદ્ધના નાયક શહીદ સૂબેદાર જોગિંદર સિંહના સ્મારક પર પણ પહોંચીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
- Advertisement -
#WATCH | 'Incredible India' gate on the Indian side and Chinese Border Personnel Meet facility (blue-roofed huts) on the Chinese side seen from Bum La in Arunachal Pradesh pic.twitter.com/oiYdmzJqpH
— ANI (@ANI) October 24, 2023
ભારત-ચીન વિવાદ વચ્ચે રાજનાથ સિંહનો પ્રવાસ મહત્વપૂર્ણ
દશેરાના અવસર પર અરૂણાચલ પ્રદેશના તવાંગ પહોંચીને રક્ષા મંત્રીની આ શસ્ત્ર પૂજા મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનની વચ્ચે ઘણા સમયથી સીમા પર વિવાદ ચાલી રહ્યો છે, બંન્ને દેશોની સેનાઓ સામ-સામે તૈનાત છે. ચીન અરૂણાચલ પ્રદેશને પોતાનો ભાગ માને છે, જયારે ભારત સરકાર દ્વારા સતત ચીનના આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. ખાસ કરીને તવાંગ પર ચીનનો વધારે ફોક્સ છે. ચીનના વિદેશ મંત્રીએ ગયા વર્ષ ભારતની સાથે તવાંગને લઇને વાતચીત કરવાની કોશિશ કરી, પરંતુ ભારતની તરફથી ચીનને કહી દીધું કે, ભારત તવાંગ પર કોઇપણ રીતનું સમાધાન નહીં કરે.
#WATCH | Defence Minister Rajnath Singh performs Shashtra Puja at Tawang, Arunachal Pradesh on #VijayaDashami #Dussehra pic.twitter.com/ZXX6nCBEQQ
— ANI (@ANI) October 24, 2023
ચીન તવાંગ પર કબ્જો કરવા માંગે છે
જો કે તવાંગ અને યાંગઝી તિબ્બતી બુદ્ધ ધર્મ માટે ખાસ છે. તવાંગ તિબ્બતના છઠ્ઠા દલાઇ લામાનું જન્મસ્થળ છે. તવાંગના બૌદ્ધ ધર્મ માટે સૌથી પવિત્ર જગ્યા છે. આ જ કારણે ચીન તવાંગને પોતાના કબ્જામાં લઇને તિબ્બત પર પોતાનો પ્રભાવ મજબૂત કરવા માંગે છે, પરંતુ અત્યાર સુધી તવાંગ ભારતનો ભાગ છે, ત્યાર સુધી ચીનને બહાર તિબ્બતી બૌદ્ધ ધર્મનો પ્રભાવ રહેશે અને ચીનની તિબ્બત પર સાંસ્કૃતિક રીતે કબ્જો કરવાની ઇચ્છા પૂરી નહીં થઇ શકે.