– 30 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તમિલનાડુના કોઈમ્બતુરમાં સિલિન્ડર બ્લાસ્ટ કેસની સત્તાવાર રીતે તપાસ શરૂ કરી હતી
તમિલનાડુના કોઈમ્બતુર બ્લાસ્ટ સાથે જોડાયેલા ટેરર ફંડિંગ કેસમાં ગઈંઅ એક્શનમાં આવી છે. ટેરર-ફંડિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતા NIAની ટીમે તમિલનાડુમાં 45 સ્થળોએ દરોડા પાડ્યા છે જેમાં કોઈમ્બતુરના 21 સ્થળો સામેલ છે. તમિલનાડુમાં ઘણી જગ્યાઓ પર રાત્રે 1:00 વાગ્યે જ દરોડા શરૂ થયા હતા.
- Advertisement -
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોઈમ્બતુરમાં સવારે 5:00 વાગ્યાથી દરોડા પાડવાની શરૂઆત કરવામાં આવી હતી અને હવે NIAની ટીમ 21 સ્થળોએ હાજર છે. ગઈંઅના લગભગ 150 અધિકારીઓ અને કર્મચારીઓ તમિલનાડુમાં ચાલી રહેલા દરોડામાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે ગઈંઅની આ કાર્યવાહી કોઈમ્બતુરમાં કારમાં સિલિન્ડર બ્લાસ્ટ કેસની તપાસ સાથે સંબંધિત છે કારણ કે છેલ્લા દિવસોમાં ગઈંઅએ કોઈમ્બતુર બ્લાસ્ટ કેસમાં તપાસ માટે કેસ નોંધ્યો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી.
30 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તમિલનાડુના કોઈમ્બતુરમાં સિલિન્ડર બ્લાસ્ટ કેસની સત્તાવાર રીતે તપાસ શરૂ કરી હતી. 23 ઓક્ટોબરે શહેરના એક મંદિરની સામે બનેલી ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે કહ્યું હતું કે, ગઈંઅ એસપી શ્રીજીતના નેતૃત્વમાં ગઈંઅ અધિકારીઓની એક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મંદિરની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને પુરાવા એકત્રિત કર્યા હતા.