નવાઝુદ્દીન સિદ્દીકીની મા એ તેની વહુ સામે FIR ફાઇલ કરાવી છે અને આ મામલે વર્સોવા પોલીસે નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની ઝૈનબને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી હતી.

બૉલીવુડના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની મા મેહરૂનિસા સીદ્દીકી અને એમની પત્ની વચ્ચે સંબંધો સારા નથી ચાલી રહ્યા. થોડા દિવસો પહેલા બંને વચ્ચે સંપતિને લઈને વિવાદ થવાના સમાચાર સામે આવ્યા હતા અને હવે બંને વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે એવું લાગી રહ્યું છે. જણાવી દઈએ કે આ વખતે નવાઝુદ્દીન સિદ્દીકીની મા એ તેની વહુ સામે FIR ફાઇલ કરાવી છે અને આ મામલે વર્સોવા પોલીસે નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની ઝૈનબને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકીના પરિવારમાં આવી ખટાશ
નવાઝુદ્દીન સિદ્દીકીની માતાની ફરિયાદના આધારે મુંબઈની વર્સોવા પોલીસે અભિનેતાની પત્ની ઝૈનબ સામે FIR નોંધી છે, જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની સામે આઈપીસીની કલમ 452, 323, 504, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીની માતા એ આરોપ લગાવ્યો છે કે ઝૈનબ પહેલા બંગલામાં આવી જ્યાં તેને તેની સાથે ઝઘડો કર્યો.’ જો કે કઈ વાત પર ઝઘડો થયો તે સામે આવ્યું નથી. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવાઝુદ્દીનની માતા અને પત્ની વચ્ચે પ્રોપર્ટીને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

નોંધનીય છે કે નવાઝની પત્ની ઝૈનબ સિદ્દીકીએ મે 2020માં છૂટાછેડા માટે અરજી કરી હતી અને આ પછી નવાઝની ભત્રીજીએ તેના ભાઈ મિનાજુદ્દીન સિદ્દીકી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો સાથે જ ઝૈનબએ નવાઝના ભાઈ શમાસ સિદ્દીકી સામે છેડતીનો આરોપ લગાવતા FIR પણ નોંધાવી હતી.

http://

નવાઝુદ્દીન સીદ્દીકીની પત્નીએ આપી પ્રતિક્રિયા
અભિનેતા નવાઝુદ્દીન સીદ્દીકીની પત્ની ઝૈનબે તેની સામે દાખલ કરવામાં આવેલી FIR પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે “આઘાતજનક મારા પતિ સામેની મારી ફરિયાદો ધ્યાને લેવાતી નથી અને હું મારા પતિના ઘરમાં પ્રવેશ કરું છું તો તરત જ FIR દાખલ કરવામાં આવે છે… શું મને ક્યારેય આ રીતે ન્યાય મળશે?’ Instagram FIR ની નકલ શેર કરતાં તેને જણાવ્યું કે નવાઝુદ્દીનની માતાએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ
જણાવી દઈએ કે નવાઝુદ્દીન અને ઝૈનબના લગ્ન વર્ષ 2010માં થયા હતા અને બંનેને બે બાળકો પણ છે પણ ઘણા ઓછા લોકો જાણે છે કે ઝૈનબ નવાઝુદ્દીનની બીજી પત્ની છે. નવાઝુદ્દીન સિદ્દીકી હાલ અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પણ અભિનેતાના પ્રોફેશનલ જીવનની વાત કરીએ તો તે બોલિવૂડના ટોચના કલાકારોમાંનો એક છે. નવાઝુદ્દીન ટૂંક સમયમાં હડ્ડી નામની ફિલ્મમાં જોવા મળશે અને આ ફિલ્મમાં એમને ટ્રાન્સજેન્ડરની ભૂમિકા નિભાવી છે. ફિલ્મના ઘણા પોસ્ટર સામે આવ્યા છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલ નવાઝુદ્દીનનો બોનમાં લુક સતત ચર્ચામાં રહ્યો છે.