– 32 સપ્તાહના ગર્ભપાતને મંજુરી, મેડીકલ બોર્ડ નિર્ણય ન કરી શકે

ગર્ભાવસ્થા યથાવત રાખવી કે ગર્ભપાત કરાવવો તેનો અધિકાર માતા-મહિલા પાસે જ રહે છે અને તે મેડીકલ બોર્ડને જાણ નથી તેવી મહત્વની ટીપ્પણી કરીને મુંબઈ હાઈકોર્ટે મહિલાને 32 સપ્તાહના ગર્ભના ગર્ભપાત કરાવવાની છુટ અપા હતી. મહિલા 33 સપ્તાહ સુધીના ગર્ભને ગર્ભપાત કરાવી શકતી હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

હાઈકોર્ટે કહ્યું કે ગર્ભમાં રહેલુ બાળક ગંભીર સમસ્યાથી ઝઝુમતુ હોય નાનુ માથૂ મગજની તકલીફ, અવિકસીત જેવી સમસ્યાના સંજોગોમાં મહિલા-માતા પોતાની મરજીથી નિર્ણય કરી શકે છે. જસ્ટીસ ગૌતમ પટેલ તથા એસ.જી. ડીગેની બેન્ચે કહ્યું કે અરજદારનાં અધિકાર કાયદાની વ્યાખ્યામાં આવ્યા બાદ તેને રદ કરવાનો કોર્ટને અધિકાર નથી. ચુકાદામાં મેડીકલ બોર્ડનો વિચાર ભલામણ સંપૂર્ણ રીતે ફગાવી દીધી હતી. મેડીકલ બોર્ડે એમ ક્હયું હતું કે ગર્ભનુ બાળક ભલે અવિકસીત કે ગંભીર સમસ્યાથી ઘેરાયેલુ હોય તેમ છતાં મહિલા ઓર્બેશન કરાવી શકતી નથી.

એવી પણ દલીલ કરી હતી કે ગર્ભાવસ્થા અંતિમ તબકકે હોય છે.અદાલતે આ વાત ફગાવતાં એમ ક્હયું કે વ્યકિતને ગર્ભધારણ કરવામાં સક્ષમ હોવુ જોઈએ અને પોતાની મરજીથી જ નિર્ણય કરવાનો રહે છે. ગર્ભવતી મહિલાના સોનોગ્રાફી ટેસ્ટમાં ગર્ભમાં રહેલા બાળકનું માથુ અસામાન્ય રીતે નાનુ હોવાનું તથા મગજની પણ તકલીફ હોવાનુ માલુમ પડયુ હતું. જેને પગલે મહિલાઓ ગર્ભપાત કરવા કહ્યું હતું. પરંતુ મેડીકલ બોર્ડે તેનો ઈન્કાર કર્યો હતો. જેને પગલે મહિલાએ કોર્ટમાં અરજી કરી હતી. અદાલતે કહ્યું કે મોડા ગર્ભપાતનો ઈન્કાર કરવો તે માતાના અધિકારને નકારવા સમાન છે.