25થી વધુ પ્રતિભાશાળી મહિલાઓ અને યુવતીઓનું સન્માન
ખાસ-ખબર સંવાદદાતા
સુરતના હિરાબાગ ખાતે આવેલા જે. ડી. કાબાણી હોલ ખાતે ‘નારી તું કલ્યાણકારી’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરતના ડીસીપી ઉષા રાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
- Advertisement -
સુરતમાં ભારત સરકાર નોટરી અને એડવોકેટ કિશોર સોજીત્રા તેમજ કેટુ બ્યુટીબારના કેતન હીરપરા દ્વારા હિરાબાગ સ્થિત જે. ડી. કાબાણી હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરતની 25 જેટલી પ્રભાવશાળી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના ડીસીપી ઉષા રાડા હાજર રહી આ કાર્યક્રમમાં જોડાયા હતાં. કિશોરભાઈ સોજીત્રા અને તેમના બંને પુત્રોની લગ્નની વર્ષગાંઠ હોવાથી આ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે કિશોરભાઈ સોજીત્રાએ નિ:શુલ્ક નોટરી કરી આપી હતી જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ તકે પ્રફુલભાઈ સીરોયા, શરદ ગાંધી, પ્રાંજલ પટેલ, અંકિતા મુલાણી, પીયુષ ધાનાણી સહિતના લોકોએ હાજરી આપીહતી અને અનેક ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવનાર મહિલાઓ અને યુવતીનું સન્માન કરાયું હતું.