આશરે 12 એકરના કેમ્પસમાં કોલેજને સંલગ્ન, 100 બેડની હોસ્પિટલ છે
જેની વિશેષતા એ છે કે અહીં દર્દીની સારવાર આયુર્વેદિક ઉપચાર પ્રણાલી દ્વારા કરવામાં આવે છે
- Advertisement -
રાજકોટથી ભાવનગર તરફ જતો ભાવનગર રોડ દાયકાઓ સુધી સૂમસામ રહ્યા બાદ હવે છેલ્લા દોઢેક દાયકાથી શૈક્ષણિક પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યો છે. તેમાં પણ ત્રંબા સુધીનો વિસ્તાર તો એક વિરાટ વિદ્યા સંકુલના તરંગોથી ગુંજી રહ્યો છે. આવા આ આ વિસ્તારમાં શહેરથી 11 કિમી દૂર, પશ્ચિમમાં આજી ડેમ અને પૂર્વમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર કસ્તુરબાધામ વચ્ચે આવેલી મુરલીધર આયુર્વેદ હોસ્પિટલ કોલેજ તેમજ મુરલીધર નર્સિંગ કોલેજ આવેલા છે, પરંતુ તેઓ કેવળ આ પ્રકારની એક વધુ શૈક્ષણિક સંસ્થા નથી. સ્મિત સાથે ગુણવત્તા યુક્ત સ્વાસ્થ્ય સેવા અને સુશ્રુષા સંનિષ્ઠપણે આપવી તે જ આ સંસ્થાનો જીવનમંત્ર છે. મને કોઈની ખોટી પ્રશસ્તિ કરવાની આદત નથી પણ એટલું ચોક્કસ કહી શકું એમ છું કે એક વખત આ સંસ્થાની મુલાકાત લેનાર તેને કદી યે ના ભૂલી શકે. આ સંસ્થાની સ્થાપના 2017માં કરવામાં આવી હતી અને તેનું સંચાલન શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઇઅખજ તેમજ નર્સિંગ કોર્સ માટે એક મહત્વનું, મોસ્ટ પ્રીફરેબલ સેન્ટર ગણાય છે. તેની પાછળનું કારણ એ છે કે અહીં થિયોરોટીકલ તેમજ પ્રેક્ટિકલ એક્સપોઝર એમ બન્ને પર એક સરખું ધ્યાન આપવામાં આવે છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીને સંલગ્ન આ એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે જેને નેશનલ આયુર્વેદિક બોર્ડની માન્યતા મળેલી છે. નર્સિંગ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંલગ્ન છે. અડાબીડ જંગલ જેવો મનોરમ્ય કેમ્પસ ધરાવતી આ કોલેજ-હોસ્પિટલમાં, વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ ઔષધાર્થે, અહીંના હર્બલ ગાર્ડનમાં આશરે પંદરસો જાતની વનસ્પતિના 4500 જેટલા વૃક્ષ છે.
સ્વર્ગસ્થ મનુભાઈ રાઠોડ કે જેઓ સમાજસેવી અને મ્યુનિ. કાઉન્સિલર હતાં અને સમાજસેવાના અનેક કાર્યો સાથે સંકળાયેલા હતાં, તેમણે આ કોલેજ તેમજ હોસ્પિટલની સ્થાપના કરી હતી. આજે હવે તેમના ભાઈ કરણભાઈ રાઠોડ તેમજ તેમના પુત્ર આનંદભાઈ અને ભાર્ગવભાઈ રાઠોડ, તેમજ અન્ય ટ્રસ્ટીગણ દ્વારા અહીંનો વહીવટ થાય છે. આશરે બારેક એકરના આ કેમ્પસમાં કોલેજને સંલગ્ન, અહીં કોલેજ જેટલી જ સુસજ્જ એવી 100 બેડની હોસ્પિટલ છે જેની વિશેષતા એ છે કે અહીં દર્દીની સારવાર આયુર્વેદિક ઉપચાર પ્રણાલી દ્વારા કરવામાં આવે છે. દર્દીનું મન પ્રફુલ્લિત રહે તેવું અહીંનું વાતાવરણ, દર્દીના સ્વાસ્થ્યને અનુરૂપ પૌષ્ટિક તેમજ સાત્વિક ભોજન, એકદમ સ્વચ્છ સુઘડ રૂમ્સ અને ખૂબ જ કોઓપરેટીવ, માનવીય અભિગમ ધરાવતો અહીંનો મેડિકલ સ્ટાફ…આ બધી જ સુવિધાઓ એકદમ નજીવા ચાર્જમાં અહીં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આયુષ મંત્રાલયે નક્કી કરેલા ધારાધોરણ મુજબ અપગ્રેડ થતી આ કોલેજ એન્ડ હોસ્પિટલ શરુઆત થઈ ત્યારે કોલેજને એક બેચમાં 60 વિદ્યાર્થીઓની માન્યતા અને હોસ્પિટલને 60 બેડની માન્યતા મળી હતી જે આવતા વર્ષે, બન્ને માટે 100ની પરમિશન થવા જઈ રહી છે. આયુર્વેદ કોલેજને 100 વિદ્યાર્થીઓ માટેની પરમિશન ઓલરેડી મળી ચૂકી છે. પ્રોસીઝર એન્ડ ડોક્યુમેન્ટેશનના મામલે પણ વધુ સજ્જ થવા જઈ રહેલી આ હોસ્પિટલ આયુષ મંત્રાલય દ્વારા સર્ટીફાઇડ છે.
આશરે 75 જેટલો ટીચિંગ સ્ટાફ ધરાવતી આ કોલેજમાં 37 ફેકલ્ટીઝ એવી છે કે જે અહીંની હોસ્પિટલમાં ડોકટર તરીકે સેવા આપે છે. હોસ્પિટલમાં 65થી 70 જેટલા ડોક્ટરો સેવા આપે છે. અહીં જુદા જુદા સાત મેડિકલ ડિપાર્ટમેન્ટ છે અને દરેક ડીપાર્ટમેન્ટમાં ત્રણ ત્રણ મુખ્ય ડોક્ટરો ઉપરાંત અન્ય ડોક્ટરો સેવા આપે છે. ડો. જતીન ત્રિવેદી (આયુર્વેદાચાર્ય) આ સંસ્થાન સુપ્રિટેન્ડેન્ટ તરીકે સંસ્થાનો રોજબરોજનો વહીવટ ચલાવે છે તે ઉપરાંત આ સંસ્થાને આગળ લઈ જવા આયોજન કરે છે.
અહીં ડિલિવરી સિવાયની ફુલફલેજડ ગાયનેકોલોજીકલ સારવાર પ્રાપ્ત થઈ શકે છે. બ્લડ યુરિનના સામાન્ય રોગોના ટેસ્ટ માટે અહીં લેબોરેટરી છે. ખૂબ એડવાન્સ રોગના ટેસ્ટ અહીં થતાં નથી, બહારની લેબમાં કરાવવામાં આવે છે. ડિલિવરી માટે રૂરલ એરિયામાં સરકારી એમ્બ્યુલન્સ લઈ જાય તેમજ મૂકી જાય ઉપરાંત સરકાર અમુક રૂપિયા પણ આપે, બીજી સરકારી યોજનાઓનો લાભ પણ મળે… આ પરિસ્થિતિમાં આ રૂરલ એરિયામાં ડિલિવરી સંદર્ભે દર્દીની માંગ નથી વળી શહેરી વિસ્તારથી દૂર હોવાને કારણે શહેરના લોકો પણ ડિલિવરી માટે અહીં સુધી ન આવે એ સ્વાભાવિક છે.
- Advertisement -
આ ઉપરાંત અહીં, લગભગ દરેક રોગની સારવાર કરવામાં આવે છે. જેવા કે, ડાયાબીટીસ, ડાયાબિટીક ફૂટ, વિવિધ ચર્મ રોગ જેમ કે સોરાયસીસ, ખરજવું, તેમજ હરસ, મસા, ભગંદર, અટગ, વગેરેની આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે સારવાર થાય છે.
આયુર્વેદમાં પ્રિસ્ક્રાઇબડ હોય તેવી સર્જરીઓ એટલે કે શૈલ્યકર્મ અહીં હાથ ધરવામાં આવે છે ઉપરાંત પંચકર્મ તેમજ બીજી આયુર્વેદિક સારવાર પદ્ધતિમાં અહીંના સ્ટાફની એક્સપર્ટી છે. વળી, ઘણા કેસમાં એલોપથીના ડોકટરોએ ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નહીં ઉપરાંત ઓપરેશન સક્સેસ જ થશે એવી કોઈ ગેરેન્ટી નહિ, એવો અભિપ્રાય આપી દીધો હોય(વળી અમુક એલોપથિક ડોકટર એવું સ્પષ્ટપણે મત આપે કે આના માટે આયુર્વેદમાં તો જતાં જ નહીં, ત્યાં આનો કોઈ ઉપાય છે જ નહીં!) એવા પણ અનેક કેસ અહીં સાજા થઈ ગયાના દાખલા છે અને એવા પેશન્ટસને અમે પ્રત્યક્ષ મળ્યા.
એક પેશન્ટની વાત કરું તો બે વર્ષ પહેલાં અહીં દાખલ થયેલી આ વ્યક્તિને બોન ટીબી હતો અને તેમાંથી પેરાપ્લેઝિયા થઈ ગયો. એલોપથિક ડોક્ટરે કહ્યું કે સર્જરી સિવાય કોઇ રસ્તો નહીં અને સર્જરી દરમ્યાન દર્દી કોમામાં જવાની શક્યતા ખરી. આ વ્યક્તિ અહીં દાખલ થઈ. બે મહિનાની સઘન ટ્રીટમેન્ટ, આયુર્વેદ તેમજ પંચકર્મ દ્વારા ઉપચાર શરુ થયો. આ ભાઈ અહીં આવ્યા ત્યારે ચાલી નહોતા શકતા, પગમાં લેશમાત્ર સેન્સેશન નહોતું અને બે મહિનાની સારવાર બાદ તેઓ ઘોડીની મદદથી ચાલતા થઈ ગયા હતા અને ત્યારબાદ, સારવારના ભાગરૂપે બીજીવાર દાખલ થયા ત્યારે લાકડીથી ચાલતા હતા જે લાકડી અહીં છોડીને ઘરે ગયા!
ટૂંકમાં, આ કોલેજ તેના ઉત્તમ શિક્ષણ, શિક્ષણ સંશોધન, દર્દીની સારસંભાળ, આરોગ્ય કાર્યક્રમો, જનજાગૃતિ ઝુંબેશ, તબીબી શિબિરો અને નવીન સંશોધન પ્રોજેક્ટ્સ માટે જાણીતી છે. કોલેજ-હોસ્પિટલના સમર્પિત ટીચર્સ-ડોક્ટર્સની ટીમના સભ્યો વિદ્યાર્થીઓની કારકિર્દી અને વ્યક્તિગત વિકાસને ટેકો આપવા માટે સતત પ્રયત્નશીલ હોય છે તેમજ લોકોને તબીબી સેવા પૂરી પાડવા અને આયુર્વેદને પ્રોત્સાહન આપવાની નિષ્ઠા સાથે સખત મહેનત કરતાં રહે છે.
ફ્યુચર એક્સપાંશનની વાત કરીએ તો અહીં 14 સ્પેશ્યલ રુમ્સ તૈયાર થઈ રહ્યા છે જેનો ઉપયોગ વેલનેસ સેન્ટર અથવા તો હેલ્થ રિસોર્ટ તરીકે કરવાનો પ્લાન વિચારણા હેઠળ છે.
આજના યુગમાં પ્રદુષણ, ભેળસેળયુક્ત પદાર્થોનો વપરાશ તેમજ તણાવયુક્ત લાઇફસ્ટાઇલના કારણે માણસ ચિત્રવિચિત્ર જાતજાતના રોગનો ભોગ બને છે વળી એલોપથિક ટ્રીટમેન્ટ કદાચ એટ અ ટાઈમ કોઈ રોગ નિવારવા સક્ષમ હોય તો પણ તેની આડઅસરોને નજરઅંદાજ ન કરી શકાય. વળી હકીકત એ પણ છે કે આયુર્વેદિક તેમજ પ્રાકૃતિક ચિકિત્સા ફક્ત રોગીના શરીરને જ નહીં, તેના મનને, વિચારોને તંદુરસ્ત કરે છે અને તેનાથી પણ વધુ કહીએ તો, આ પદ્ધતિઓ માનવીનો જીવન પ્રત્યેનો અભિગમને નવો આયામ આપે છે અને તેનું ચૈતસિક ઉત્થાન કરે છે. સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો, આપણી ભવિષ્યની પેઢીઓને સ્વસ્થ, નિરામય અને તણાવમુક્ત જીવન મળી રહે એ માટે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા આજના યુગની તાતી જરૂરિયાત છે. આ સંજોગોમાં મુરલીધર હોસ્પિટલ કે જ્યાં દર્દીને ધીરજપૂર્વક ટ્રીટ કરાય છે, જ્યાં આયુર્વેદિકની પરંપરાગત પ્રાચીન સારવાર પદ્ધતિને અનુસરીને શ્રેષ્ઠ પરિણામ મેળવવા અહીંના ડોકટર્સ નરી નિષ્ઠાથી પ્રયત્નશીલ રહે છે એવી આ હોસ્પિટલ પ્રજા માટે આશીર્વાદ સમાન છે.
આ હોસ્પિટલમાં દાખલ એવા દર્દીઓને હોસ્પિટલ તરફથી જ બંને ટાઈમ પૌષ્ટિક ભોજન અને ચા નાસ્તો આપવામાં આવે છે જેનો કોઈ વિશેષ ચાર્જ લેવામાં આવતો નથી. તે સાથે જ દર્દીના રિલેટિવ ને ફક્ત 50 રૂપિયામાં ભરપેટ સારું ભોજન મળી રહે છે.
આયુર્વેદિક તેમજ પ્રાકૃતિક ચિકિત્સા ફક્ત રોગીના શરીરને જ નહીં, તેના મનને, વિચારોને તંદુરસ્ત કરે છે અને તેનાથી પણ વધુ કહીએ તો, આ પદ્ધતિઓ માનવીનો જીવન પ્રત્યેના અભિગમને નવો આયામ આપે છે અને તેનું ચૈતસિક ઉત્થાન કરે છે
અડાબીડ જંગલ જેવું આ કોલેજ કેમ્પસ મુલાકાત માટે જીવનભરનું સ્મરણ બની રહે તેવું છે