મલોય ક્રિષ્ન ધર. ભારતના ઈન્ટેલિજન્સ બ્યુરોના એક ઉચ્ચ પદાધિકારી. છેલ્લાં બે દશક કરતાં વધુ સમયથી નિવૃત મલોય ધર ર00પની સાલમાં ફરી ચર્ચામાં આવેલાં કારણકે ત્યારે તેમણે પોતાના જાતઅનુભવના આધારે ઓપન સિક્રેટ : ઈન્ડિયાઝ ઈન્ટેલિજન્સ અનવીલ્ડ (ખુલ્લા રાઝ : ભારત કે ખુફિયા જગત કા અનાવરણ) પુસ્તક લખેલું, જેમાં તેમણે ભારત માટે કામ કરતી ખાનગી ઈન્ટેલિજન્સ સંસ્થાઓ, તેની કાર્યશૈલી અને મર્યાદાઓની વાત કરેલી. આમ જૂઓ તો (પોતાના કાર્યકાળ દરમિયાનની) વાતો કે તેનું એનાલિસિસ કરવું એ પ્રોટોકોલ મુજબ, વિશ્વાસઘાત જ ગણાય કારણકે રાજદારી કક્ષ્ાાએ અમુક વાતો કદી જાહેર પ્લેટફોર્મ પર વ્યક્ત કરી શકાતી નથી. એની વે, બંગાળમાં જન્મેલાં મલોય કૃષ્ણ ધર આજકાલ, ર0રરના અંતમાં ફરી રીતે ચર્ચામાં આવ્યા છે. આ વખતે પણ તેનું નિમિત્ત ધરનું જ એક પુસ્તક છે : મિશન ટૂ પાકિસ્તાન (એન ઈન્ટેલિજન્ટ એજન્ટ ઈન પાકિસ્તાન)
ઈન્ટેલિજન્સ બ્યુરોના ઉચ્ચ પદેથી રિટાયર થયા પછી મલોય ધરે (અનેક પુસ્તકોની જેમ) મિશન ટૂ પાકિસ્તાન પુસ્તક સત્ય ઘટનાઓ પર આધારિત રહીને લખ્યું હતું, જેમાં ભારતની ગુપ્તચર સંસ્થા પાકિસ્તાનની બોર્ડર પરની હિલચાલ પાછળની બાતમી લાવવા માટે એક ભારતીય એજન્ટને પ્લાન્ટ કરે છે. એ એજન્ટ પાકિસ્તાનમાં નકલી ઓળખ સાથે એક અસલી પાકિસ્તાની પરિવારનો સદસ્ય બનીને ગોઠવાઈ જઈને ઉચ્ચ લેવલની સૈન્યને લાગતી ઈન્ફોર્મેશન ભારતને પહોંચાડે છે, જેને કારણે 1966 માં અખનૂર બોર્ડર પર પાકિસ્તાન સામેનું આપણું ધિંગાણું મહિનાઓ સુધી ચાલવાની બદલે માત્ર સોળ દિવસમાં આટોપાઈ ગયેલું. પાકિસ્તાને યુનોમાં જઈને નાક લીટી તાણવી પડેલી અને પછી અખનૂર તેમજ કાશ્મીરમાંથી પારોઠના પગલાં ભરવા પડયા હતા.
- Advertisement -
મિશન ટૂ પાકિસ્તાન નામના મલોય કૃષ્ણ ધરના આ સાચુકલા પ્રસંગો-બનાવો અને ખાનગી વાતોને હાઈલાઈટસ કરતાં પુસ્તક પરથી મુખબીર : અ સ્ટોરી ઓફ સ્પાય નામની વેબસિરિઝ ડિરેકટર શિવમ નાયર અને જયપ્રદ દેસાઈએ બનાવી છે, જે ઝીફાઈવ નામના ઓટીટી પ્લેટફોર્મ પર વિંઝાણી છે.
મુખબીરમાં ર0રરના સમયની વાત નથી પરંતુ 196પના સમયકાલની વાત છે એટલે અમુક વાતો, સિક્યોરિટી, સાધનો, માધ્યમોને એ જમાનાને ધ્યાનમાં રાખીને જોવી પડે છે
ઓવર ટૂ વેબસિરિઝ. મુખબીર વેબસિરિઝ મિશન ટૂ પાકિસ્તાન પર નહીં, પણ આ પુસ્તક પર આધારિત છે. મતલબ કે જરૂર લાગી ત્યાં નાટક્યિતા કે ટવિસ્ટ લાવવા માટે પાંચ લેખકો (અસીમ અરોરા, સૌરભ સ્વામી, વૈભવ મોદી, કરણ ઓબેરોય, અરશદ સૈયદ) એ પોતપોતાની આંગળી ટેઢી કરી છે પણ ઝાઝી સુયાણીવાળી કહેવતની જેમ અહીં વૈતર વેઠયું નથી. મુખબીર વેબસિરિઝ પ્રમાણમાં ઘણી સારી રીતે બનાવવામાં આવી છે. એ સાચી ઘટનાઓની વાત કરતી હોવાથી તેમાં લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, પાકિસ્તાનના જનરલ આહ્યા ખાન પણ આપણને જોવા મળે છે. મોટાભાગની સિરિયલનું લોકાલ 1970ના દશકનું લાહોર, પાકિસ્તાન છે અને આર્ટ ડિરેકટર એ ફીલ લાવવામાં સફળ થયા છે કે આપણે સતત પાકિસ્તાનમાં હોઈએ એવું લાગે. પુસ્તક આધારિત વેબસિરિઝની કહાણી એવી છે કે આપણા માટે પાકિસ્તાનમાં રહીને કામ કરતાં એક ફળનો વેપારી પકડાઈ જતાં આઈએસઆઈના ઝૈદી (દિલીપ શંકર – જસ્ટ સુપર્બ) તેને શૂટ કરી દે છે પણ 196ર પછી પાકિસ્તાન સાથેના તંગ બનેલા વાતાવરણને કારણે એક જાસૂસને પાકિસ્તાનમાં ઘૂસાડવો જરૂરી છે અને મૂર્તિ (પ્રકાશ રાજ) નામના અફસર એક અનાથ મુસ્લિમ યુવાનને હરફન બુખારી (ઝૈન ખાન દુરાની) બનાવીને લાહોરમાં, વાઘા બોર્ડરથી ઘુસાડે છે.
હરફન બુખારીએ છેક પાકિસ્તાનના જનરલ આહ્યા ખાન (પરફેકટ કલાકાર હર્ષ છાયા) ના દિમાગમાં ચતાલતાં કાવતરુંનું પગેરૂં મેળવીને ભારતને સચેત કરવાનું છે અને આ આખું મિશન કઈ રીતે પાર પડે છે તેની વાત મુખબીર વેબસિરિઝમાં છે.
યાદ રહે, મુખબીર માં ર0રરના સમયની વાત નથી પરંતુ 196પના સમયકાલની વાત છે એટલે અમુક વાતો, સિક્યોરિટી, સાધનો, માધ્યમોને એ જમાનાને ધ્યાનમાં રાખીને જોવી પડે છે. કેટલીક વાતો જો કે સરળતાથી ગળે ઉતરતી નથી. જેમ કે, હરફન બુખારીને લાહોરના બુખારી પરિવારના માજી કે અન્ય સભ્યો સ્વીકારી લે છે. હરફન બુખારી પાકિસ્તાનના સર્વોચ્ચ જનરલ આહ્યા ખાનના બંગલામાં ઘુસી જાય અથવા આહ્યા ખાનની ગાયિકા-રખાત અનારના ઘરમાં છૂપાવવા માટેના હરફનના પ્રયાસો…
આ લખનારની દૃષ્ટિએ મુખબીર જોવાનું મજબુત કારણ અલગ છે. આપણા ભારતીય કલાકારોએ પાકિસ્તાની તરીકે કરેલો અભિનય ખરેખર દર્શનીય છે. મુખબીર માં દિલીપ શંકર, હર્ષ છાયા તો અભિનયમાં અવ્વલ જ રહ્યાં છે પણ એ ઉપરાંત ઝોયા અફરોઝ, સત્યદિપ મીશ્રા, અતુલ કુમાર, સુશિલ પાંડે, કરમજીત મડોના, અભિષેક મીશ્રા વગેરેને જોઈને પણ દિલ ખુશ થઈ જાય છે. એ પણ યોગાનુયોગ છે કે તનાવ (ઈઝરાયલી સિરિઝ ફૌદા ની રિ-મેક)ની જેમ મુખબીર માં પણ મુખ્ય મુદો કાશ્મીર જ છે.
- Advertisement -
થાઈ મસાજ: નો ઈમોશન, નો એકશન
શિર્ષકને ફિલ્મની ક્વોલિટી સાથે નહીં, ક્ધટેન્ટ સાથે સંબંધ છે. સિનિયર સિટિઝન યા વડિલો આપણા પરિવારમાં મોટાભાગે જૂના ફર્નિચર કે બીનઉપયોગી સામાન બરાબર જ મહત્વ ધરાવતા હોય છે, તેના ઈમોશન અને ઈચ્છાઓને મોટાભાગે ઉંમર-અવસ્થાનું કારણ આપીને નિગ્લેટ જ કરવામાં આવે છે. થાઈ મસાજ ફિલ્મમાં બોલ્ડ અને ગુપ્ત લાગણીની આ જ વાત હળવા અંદાજમાં અને ખાસ્સાં એવા મેચ્યોર્ડ તરીકાથી કરવામાં આવી છે. જિંદગી જરૂરતો અને ઈચ્છાઓના સરવાળા-બાદબાકીની જ દાસ્તાન હોય છે. બે દશકા સુધી પેરેલિસિસને કારણે પથારીવશ રહીને સ્વર્ગે સિધાવી ગયેલી પત્નીના સિતેર વર્ષીય પતિ આત્મારામ દુબે (ગજરાજ રાવ) ઉજ્જૈનમાં પુત્ર-પુત્રવધુ અને પૌત્ર સાથે રહે છે. દીકરી સાસરે વળાવી દીધી છે. આખો પરિવાર ભેગો થાય છે ત્યારે બચ્ચાંઓની તોફાન-મસ્તીમાં સ્વર્ગસ્થ પત્નીની ફોટોફ્રેમ તૂટી જાય છે અને ફોટા પાછળ ચીપકાવી રાખેલો આત્મારામ દૂબેનો પાસપોર્ટ પુત્ર તેમજ જમાઈના હાથમાં આવી જાય છે.
પાસપોર્ટની એન્ટ્રી પરથી ખબર પડે છે કે (જાત્રાના નામે) પિતા-સસરાજી બેંગકોકની ટૂર પર જઈ આવ્યા છે અને… મંગેશ હદવાલે લિખિત-દિગ્દર્શિત થાઈ મસાજ બેશક દુબે પરિવારની વાત છે પણ સહપરિવાર જોવી રૂચે નહીં, તેવો તેનો સેન્ટર પોઈન્ટ છે. સિત્તેર વર્ષીય બુર્ઝુગને લાગે છે કે તેમનું પુરુષત્વ ક્ષ્ાીણ થઈ રહ્યું છે. એ શક્તિને સ્ટ્રોંગ કરવાની અને પછી એ શક્તિનાં પારખા કરવા માટે આત્મારામ દુબે બેંગકોકની ટૂર પર જાય છે. જો કે બેંગકોકમાં આપણી અપેક્ષ્ાા અને ધારણા બહારનું દુબેજી સાથે બને છે. એક વખત બૂમ-બૂમ (સેક્સ) માટે એ પાત્ર સાથે હોટેલની રૂમમાં પહોંચી જાય છે પણ આત્મારામ દુબે નિષ્ફળ થતાં સ્વીકારે છે : નો ઈમોશન, નો એકશન. ફિલ્મમાં એવા અનેક ચબરાક્યિાં છે કે, જેનો સૂર આપણા સુધી બરાબર પહોંચે છે. એક સેમ્પલ : વીસ વરસથી દામ્પત્યજીવન ન જીવનારાં આત્મારામ દુબેને કહેવામાં આવે છે : તલવારને મ્યાનમાં જ રાખી મુકો તો કાટ ચડી જ જવાનો આ ફિલ્મ ગજરાજ રાવની જ છે અને તેમણે સયંમિત અભિનય ર્ક્યો છે એટલે જ ગલગલિયાં થવાની બદલે તેમના માટે ગ્લાનિ જન્મે છે