જજ પેનલમાં પણ બે ખરા માણસ અને બાકીના બે AI મોડેલ હતા!: ભારતની ઝારા કૃત્રિમ સુંદર ટોપ 100માં 10માં સ્થાને
આપે મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ રહેલી સુસ્મિતા સેન અને ઐશ્વર્યા રાયના બારામાં જરૂર જાણતા હશો પણ હવે એક એવી વિશ્વ સુંદરી આવી છે, જે ચોંકાવનારી છે. તસ્વીરમાં હિજાબ પહેરેલી વિશ્વ સુંદરી મિસ વર્લ્ડ છે મોરકકોની કેંની લાઈલી, જેણે દુનિયાની પ્રથમ મિસ એઆઈ મોડેલનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
- Advertisement -
આ એઆઈથી બનેલી મોડેલ છે, જેની સુંદરતા જોઈને અસલી-નકલીનો ફરક કરવો મુશ્કેલ બને છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ફેનવ્યુ તરફથી આયોજીત આ સ્પર્ધામાં 1500 એઆઈ મોડેલોએ ભાગ લીધો હતો, જેમાં ફ્રાન્સની લાલિના બીજા અને પોર્ટુગલની ઓલિવિયાએ ત્રીજુ સ્થાન મેળવ્યુ છે.
કેવી રીતે એઆઈ વિશ્વ સુંદરની પરખ થઈ
આ તાજ મેળવવા માટે સ્પર્ધકોની સુંદરતા, ટેકનીક અને સોશ્યલ મીડીયા પર લોકપ્રિયાના આધારે મુલ્યાંકન કરાયું હતું. આ ઉપરાંત મોડેલ બનાવનારને એઆઈ ટુલની કેટલી સમજ છે તેને પણ પારખવામાં આવ્યું હતું.
કોણ હતા જજ
જજની પેનલમાં ચાર સભ્યો હતા. જેમાં બે માત્ર વાસ્તવિક માણસ હતા. જયારે અન્ય બે જજ એઆઈ મોડેલ હતા.
- Advertisement -
લાઈલીના 1.90 લાખથી વધુ ફોલોઅર્સ
લાઈલીના 1.90 લાખથી વધુ ફોલોઅર્સ છે. સાત ભાષામાં પોતાના પ્રશંસકોને રિયલ ટાઈપ પર જવાબ આપી શકે છે. તે 11 લાખ રૂપિયાનું ઈનામ જીતનારી કેંજ પર્યાવરણ માટે કામ કરવા ઈચ્છે છે.
ભારતની ઝારા 100માં 10 ક્રમે પહોંચી
ભારતની ઝારા ટોપ 100માં 10 ક્રમે પહોંચી હતી. ઝારાને વિજ્ઞાપન એજન્સીના સંસ્થાપક રાહુલ ચૌધરીએ બનાવી છે. હેલ્થ ફિટનેસ ઈન્ફલુએન્સર ઝારાના ઈન્સ્ટાગ્રામ પર 11 હજારથી વધુ ફોલોઅર્સ છે.