આંજણા કોંગ્રસના કપિલા પટેલ અને ભરતભાઈ ગોસાઈ, આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ, પ્રમુખ ધવલ પંચીગર, પ્રમુખ સ્નેહલ પટેલ, ઉમેદવાર પ્રિયંકા મૈસુરીયા, માલવિકા કોસંબિયા, સંભવ શાહ, સહિત મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભા ચૂંટણી પૂર્વે પક્ષપલટાની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને ભાજપમાં ભરતી મેળો ચાલતો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી અન્ય પાર્ટીના એક પછી એક નેતાઓ કેસરિયા કરી રહ્યાં છે.
એવામાં આજે સુરત ખાતે પણ આપ અને કોંગ્રેસના 1 હજારથી વધુ નેતાઓ ભાજપમાં
જોડાયા છે.
સમગ્ર દેશમાં ભાજપા તરફ પ્રચંડ જનસમર્થન જોવા મળી રહ્યું છે, ત્યારે ચૂંટણી પૂર્વે ઙખ મોદીની ગેરંટીમાં વિશ્ર્વાસ વ્યક્ત કરી આજરોજ સુરત શહેર ભાજપ કાર્યાલય પંડિત દીન દયાલ ભવન ખાતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર, આપના કોર્પોરેટર ઉમેદવાર સહિત 1000 જેટલા કાર્યકર્તાઓએ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલના વરદ હસ્તે કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.
શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલજીએ તમામ કાર્યકર્તાઓને કેસરી ખેસ અને ટોપી ધારણ કરાવી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો.
જેમાં આંજણા કોંગ્રસના કપિલા પટેલ અને ભરતભાઈ ગોસાઈ, આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ, આપના વોર્ડ નંબર 20ના પ્રમુખ ધવલ પંચીગર, વોર્ડ નંબર 21ના પ્રમુખ સ્નેહલ પટેલ, આપ વોર્ડ નંબર 21ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરીયા, આપ વોર્ડ નંબર 22ના ઉમેદવાર માલવિકા કોસંબિયા, આપના યુવા પ્રમુખ સંભવ શાહ, આપ મજુરા વિધાનસભાના સગંઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતિ, આપ સુરત શહેરના સહ સગંઠન મંત્રી કિરીટ પટેલ સહિત મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો હતો.