લોકોની વચ્ચે જાઓ, વિવાદોથી દૂર રહો; 5 વર્ષની યોજનાઓ અંગે ચર્ચા કરો
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીના ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવમાં સુષ્મા સ્વરાજ ભવનમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે 3 માર્ચે કેબિનેટની બેઠક યોજાઈ હતી. મોદી કેબિનેટની આ છેલ્લી બેઠક હતી. જેમાં પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા એક જ સીધો સંદેશ આપ્યો હતો – જાઓ, જીતીને આવો. આપણે ટુંક સમયમાં જ પાછા મળીશું. આ બેઠકને વિચારમંથનનું સેશન ગણાવવામાં આવી રહ્યું છે. બેઠકમાં આગામી 5 વર્ષની યોજનાઓ, વિઝન ડોક્યુમેન્ટ વિકસિત ભારત 2047 અને મોદીના ત્રીજા કાર્યકાળ પહેલાના 100 દિવસના પ્લાનિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને મંત્રીઓને લોકોને (ખાસ કરીને ચૂંટણી દરમિયાન) મળતી વખતે સાવચેત રહેવા જણાવ્યું હતું. લગભગ એક કલાકના ભાષણમાં મોદીએ મંત્રીઓને વિવાદોથી દૂર રહેવા અને ડીપફેકથી સાવધાન રહેવા જણાવ્યું હતું. મોદીએ મંત્રીઓને ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની વચ્ચે જવા અને વિકાસ અને લોકોના કલ્યાણ માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓ સમજાવવા પણ કહ્યું હતું.
- Advertisement -
પીએમ મોદી સરકારની નીતિઓ પર ચર્ચા કરવા માટે સમયાંતરે મંત્રી પરિષદની બેઠકો યોજી રહ્યા છે, પરંતુ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે (3 માર્ચ) યોજાયેલી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. . ચૂંટણી પંચ આગામી 15 દિવસમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.એક અધિકારીએ કહ્યું કે વિકસિત ભારતના રોડમેપ માટે વિવિધ સ્તરે 2700 મીટિંગ્સ, વર્કશોપ અને સેમિનાર યોજવામાં આવ્યા હતા. તેમજ 20 લાખ યુવાનોએ આ માટે સૂચનો આપ્યા હતા. વિકસિત ભારત માટેનો રોડમેપ બે વર્ષથી વધુની સઘન તૈયારીનું પરિણામ છે અને તે તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો, શિક્ષણવિદો, ઉદ્યોગ સંસ્થાઓ, નાગરિક સમાજ, વૈજ્ઞાનિકો સાથે વિચારવિમર્શ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. બીજેપીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન 17-18 ફેબ્રુઆરીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. ઙખએ કાર્યકર્તાઓને કહ્યું- પાર્ટીએ દરેક બૂથ પર 370 વોટ વધારવા પડશે. 100 દિવસનું જનસંપર્ક અભિયાન ચલાવવાનું છે. ભાજપે છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યોનો પણ પ્રચાર કરવો પડશે.
મોદીએ આપી હતી મૌન રહેવાની સલાહ, કહ્યું- આ વખતે રેકોર્ડ જીતનું લક્ષ્ય
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન મોદીએ નેતાઓને બે દિવસ મૌન પાળવાની સલાહ આપી હતી. મોદીએ પાર્ટીના નેતાઓને મૌન જાળવવા કહ્યું છે એટલે કે મીડિયામાં જઈને મીટિંગ વિશે કંઈપણ ન બોલવા જણાવ્યું છે. આ સાથે મોદીએ વિભાગીય પ્રભારીઓને દરેક પેજ પ્રમુખને ઓછામાં ઓછા 30 દિવસમાં એકવાર મળવાનું કહ્યું છે. મોદી ઈચ્છે છે કે ભાજપ દરેક મતદાતા સુધી વ્યક્તિગત રીતે પહોંચે. આ માટે તમામ નેતાઓ અને કાર્યકરોને દરેક બૂથ પર 370 મત વધારવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં 10 લાખ 35 હજાર બૂથ છે, એટલે કે એક લોકસભા ક્ષેત્રમાં લગભગ 1900 બૂથ છે. જો દરેક બૂથ પર 370 મત ઉમેરવામાં આવે તો એક લોકસભા મતવિસ્તારમાં 7 લાખ મત ઉમેરવા પડશે અને સમગ્ર દેશમાં 38 કરોડ મતદારો ઉમેરવા પડશે. સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વડાપ્રધાનનો સમગ્ર ઉદ્દેશ્ર્ય વિજયનો રેકોર્ડ બનાવવાનો છે.