ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીનાં બેલા ગામ પાસેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજચોરી પકડવામાં આવી છે જેમાં કુલ સીતેર લાખ નો મુદામાલ કબ્જે કરીને હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ નાં રોજ શ્રી જે. એસ. વાઢેર ભુસ્તરશાત્રીશ્રી, મોરબી દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા મોજે.બેલા (રંગપર), તા.મોરબી પાસે, BENTA CERAMICSની પાછળ નાં ભાગે આકસ્મિક રેડ કરવામાં આવેલ જેમાં એક ટાટા હિટાચી કંપનીના એક્સકેવેટર મશીન મોડેલ ઊડ200કઈ સિરિયલ નંબર જઙ20-28669 (કસુરદાર રમેશ મેરૂભાઇ કરોતરા રહે બેલા, તા. જી.મોરબી)ને સાદી માટી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ અને એક ડમ્પર નંEX200LC 36-ટ-2268 ને સાદી માટી ખનીજ ભરી વહન કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન – મોરબી ખાતે મૂકાવી આગળની નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરેલ છે.જેમા ખાણ ખનીજ વિભાગ નાં કર્મચારીઓ રાહુલ મહેશ્વરી (રોયલ્ટી ઇન્સ્પેક્ટર-મોરબી)વિરપાલસિંહ જાડેજા (માઇન્સ સુપરવાઈઝર ) નિલેશ પટેલ (સર્વેયર) દ્વારા આ રેડ કરી ને સીતેર લાખ નો મુદામાલ કબ્જે કરી ને પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યો છે.
મોરબી: બેલા ગામ નજીક ખનીજ ચોરી ઝડપાઇ લાખોનો મુદ્દામાલ જપ્ત
