માણાવદર નગરપાલિકા પાસે ધાણા લાંબા સમયથી વીજ પુરવઠાનું વીજબીલ બાકી છે આ રકમ દિવસે દિવસે વધી રહી છે.
માણાવદર પીજીવીસીએલ પેટા વિભાગ – એક કચેરીએ ચડી રહેલી વીજ બિલની રકમ સત્વરે ભરી જવા પાલિકા ને આવાર – નવાર નોટિસો દ્વારા જાણ કરી હોવા છતા ચડત રકમ જમા નહી કરાવતા
આજરોજ ફરી પાછી માણાવદર નગરપાલિકા ને 72 કલાક ની અવધી આપતી નોટિસ ઇસ્યુ કરી 72 કલાક ની અંદર પીજીવીસીએલ ની વીજબીલ ની બાકી રહેતી રકમ 140.97 લાખ રૂપિયા ભરી જવા તાકીદ કરી છે. પીજીવીસીએલ એ 20મી નવેમ્બરે છેલ્લી નોટિસ આપી હતી છતા રકમ નહી ભરાતા આજરોજ ફરી કડક નોટિસ ઇસ્યુ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
140.97 લાખ જેવડી જંગી રકમ કયા કારણો સર ચડી ગઇ છે. તે લોકો સારી રીતે સમજે છે. પાલિકા જો આ રકમ 72 કલાકમાં નહી ભરે તો વીજતંત્ર પાણી ખાતાનું વીજ કનેકશન કટ કરવા તૈયાર થઇ છે. પરિણામે લોકોને પાણી વગર ટટળવાના દિવસો આવશે અને સહન કરવું પડશે
જીજ્ઞેશ પટેલ માણાવદર