અરવલ્લી જીલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદયનગર બાયપાસ ડુંગરી પાસે એક એકટીવા ચાલક દેશી દારૂની ડિલેવરી કરે તે પહેલાં અરવલ્લી LCB પોલીસે ઝડપ્યા ની માહિતી મળી.
વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમાર અને તેમની ટીમ સર્વોદયનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાયપાસ ડુંગરી પાસે શંકાસ્પદ ઝડપે આવી રહેલા એકટીવા ચાલકને રોકી ઝડતી લેતા પ્લાસ્ટિકની કોથળીઓમાં દેશી દારૂ લિટર ૬૯. કિંમત રૂપિયા ૧,૩૮૦/-નો કબજે લઈ ઈસમને દેશી દારૂની ડિલેવરી કરે તે પહેલાં ઝડપી પાડ્યો છે. દેશી દારૂ તથા એકટીવા મળી કુલ રૂપિયા ૩૧,૩૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેશભાઈ ધનજીભાઈ પરમાર (છારા) રહે. જીવણપુર (છારાનગર) તા. મોડાસા જી. અરવલ્લી જેલના સળિયા પાછળ ધકેલી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જગદીશ સોલંકી (અરવલ્લી)