મુનાઈ ગામમાં જીતેન્દ્રકુમાર પ્રભુજી ભાઈ પટેલ ને અચાનક સવારમાં હૃદયરોગનો હુમલો આવવાથી પોલીસ સ્ટાફ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પણ અંતે જીતેન્દ્ર કુમાર નું અવસાન થતા પોલીસ સ્ટાફ મોં શોકની લાગણી પ્રસરી હતી. સ્વ. જીતેન્દ્રકુમાર છેલ્લા ૨૦ વર્ષથી સેક્ટર 20 ગાંધીનગર ખાતે એસપી કચેરી માં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં તેમને એ.એસ.આઇ નું પ્રમોશન મળ્યું હતું. પણ કુદરતને મંજુર ન હોય તેમ અચાનક હૃદયરોગનો હુમલો આવતાં સ્વર્ગસ્થ થયા હતા. સેક્ટર 20 એસપી માર્ગદર્શન હેઠળ ડેડ બોડી પોલીસ સ્ટાફ સાથે સ્વ જીતેન્દ્ર કુમાર ના મૂળ વતન મુનાઇ ખાતે લાવવામાં આવ્યો હતો. આખું ગામ શોકની લાગણી અને અશ્રુભીની સાથે તેમના દર્શન કર્યા હતા. સ્વ. જીતેન્દ્ર ભાઈને પોલીસ ખાતાએ ઓનર સલામી આપી ને અંતિમ વિધિ કરવામાં આવી હતી સ્વ. જીતેન્દ્ર કુમાર નો એક પુત્ર જૈનિક અને તેમના ધર્મ પત્ની ભાવનાબેન અને તેમના માતા સાથે આખું ગામ ગમગીન બન્યું હતું. અશ્રુભીની સાથે અગ્નિદાહ કરવામાં આવ્યો હતો.

અહેવાલ:- જગદીશ સોલંકી અરવલ્લી